મુથૂટ ફિનકોર્પ નવા NCD મારફત રૂ. 400 કરોડ એકત્ર કરશે
ત્રિવેન્દ્રમ, 4 સપ્ટેમ્બર: મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લુ)ની મુખ્ય કંપની મુથુટ ફિનકોર્પ લિમિટેડે (“કંપની”), રૂ. 400 કરોડ સુધીની રકમ એકત્ર કરવા માટે તેના સુરક્ષિત, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”)ની 16મી સિરીઝની જાહેરાત કરી છે જે રૂ. 1,100 કરોડની શેલ્ફ મર્યાદાની અંદર છે. ભંડોળનો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને અમારી કંપનીના હાલના ઉધારના વ્યાજ અને મુદ્દલની ચુકવણી/પૂર્વચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
રૂ. 100 કરોડનો પ્રથમ શ્રેણીનો ઇશ્યૂ એ રૂ. 400 કરોડ સુધીના રૂ. 300 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે આવે છે (“ટ્રાન્ચ 1 ઇશ્યૂ”). રૂ. 1000ની ફેસ વેલ્યુ ધરાવતો પહેલી શ્રેણીનો ઇશ્યૂ શુક્રવાર, પહેલી સપ્ટેમ્બર 2023થી બુધવાર, 14 સપ્ટેમ્બર 2023 સુધી જાહેર જનતા માટે ખૂલ્લો છે. | શ્રેણી 1ના ઇશ્યૂ હેઠળ NCD 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 96 મહિનાના મેચ્યોરિટી/સમયગાળાના વિકલ્પો સાથે વિવિધ યોજનાઓમાં માસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ ચૂકવણી વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જેમાંથી ગ્રાહકો અનુકૂળતાપૂર્વક પસંદ કરી શકે છે. |
રોકાણકારોની તમામ શ્રેણીઓમાં NCD ધારકો માટે અસરકારક ઉપજ (વાર્ષિક) 8.65 ટકાથી 9.43 ટકા સુધીની છે. | પહેલી શ્રેણી હેઠળ સિક્યોર્ડ NCDને ક્રિસિલ દ્વારા એએ-/સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે અને બીએસઈ પર લિસ્ટ કરાશે. |
મુથૂટ ફિનકોર્પ તરફથી ગ્રાહકો અમારી મોબાઇલ એપ્લિકેશન – મુથૂટ ફિનકોર્પ વન દ્વારા પણ સેવાઓનો લાભ લઈ શકે છે”, એમ મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઈઓ શાજી વર્ગીસ જણાવ્યું હતું.