27 સપ્ટેમ્બર 2024ના રોજ શેરદીઠ રૂ. 18.40ની બંધ કિંમતની સરખામણીએ રાઇટ્સ ઇશ્યૂમાં શેર્સ પ્રત્યેક રૂ. 15ની કિંમતે ઓફર કરવામાં આવ્યા છે

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ કપાસિયાના ખોળની કેક, પશુ આહાર અને સોયાબીન મીલના ઉત્પાદન તથા પ્રોસેસિંગના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત નર્મદા એગ્રોબેઝ લિમિટેડ (BSE – 543643)નો રૂ. 36.58 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લો મૂક્યો છે. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા એકત્રિત કરેલા ફંડ્સનો ઉપયોગ કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, પ્લાન્ટ અને મશીનરીની ખરીદી, જમીનની ખરીદી, ઓઇલ મિલ પ્લાન્ટના નિર્માણ, અન્ય સિવિલ વર્ક્સ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ શેરદીઠ રૂ. 18.40ની બંધ કિંમતની સરખામણીએ રાઇટ્સ ઇશ્યૂમાં શેર્સ પ્રત્યેક રૂ. 15ની કિંમતે ઓફર કરવામાં આવ્યા છે. રાઇટ્સ ઇશ્યૂ 09 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે.

કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 2,43,87,685 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ પ્રત્યેક રૂ. 15ની કિંમતે રોકડમાં ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 36.58 કરોડ થાય છે. સૂચિત ઇશ્યૂ માટેનો રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 9:5 છે, એટલે કે 16 સપ્ટેમ્બર, 2024ની રેકોર્ડ તારીખે લાયક ઠરેલા ઇક્વિટી શેરધારકો દ્વારા રખાયે દરેક 5 ફુલ્લી-પેઇડ અપ ઇક્વિટી શેર્સ માટે પ્રત્યેક રૂ. 10ના 9 રાઇટ્સ ઇક્વિટી શેર્સ. રાઇટ્સ એન્ટાઇટલમેન્ટના ઓન-માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 03 ઓક્ટોબર, 2024 છે.

રૂ. 36.58 કરોડની ઇશ્યૂની આવકમાંથી, કંપની રૂ. 17.87 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે, રૂ. 7.70 કરોડ જમીન સંપાદન, ઓઇલ મિલ પ્લાન્ટના બાંધકામ, અન્ય સિવિલ કામો,  પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે તથા રૂ. 9.01 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવા માંગે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)