‘મૈસી ફર્ગ્યુસન’ બ્રાન્ડની માલિકીનો ટાફે (TAFE)નો દાવો
નવી દિલ્હી, 1 ઓક્ટોબર: 1960માં કામકાજના પ્રારંભથી ટાફે (TAFE) કંપની ઘરઆંગણે મજબૂત સ્વદેશી શોધ અને સંશોધન અને ક્વૉલિટી-કંટ્રોલ સાથે ભારતભરમાં 500થી વધારે મોડલ સહિત પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સતત વિસ્તારીને મૈસી ફર્ગ્યુસન બ્રાન્ડનું ઉત્પાદન, નિર્માણ અને સંવર્ધન કરતી આવી છે. 180,000 ટ્રેક્ટરોના કુલ વાર્ષિક ઉત્પાદનના આંકડા સાથે 100,00થી વધારે મૈસી ફર્ગ્યુસનનું ઉત્પાદન કરીને ટાફે (TAFE) દ્વારા ભારતભરમાં ત્રણ મિલિયનથી વધારે ગ્રાહકોને સંતોષ પહોંચાડવામાં તે અગ્રણી રહી છે.
ટાફે (TAFE) દ્વારા એકમાત્ર સૌથી મોટા શેરહોલ્ડર તથા વ્યૂહાત્મક લાંબા ગાળાના રોકાણકાર બનવા માટે 2012માં સ્થાપિત એજીસીઓ (AGCO) કોર્પોરેશનમાં શેરહોલ્ડિંગને હસ્તગત કરવામાં આવ્યું હતું. ટાફે (TAFE)એ મદ્રાસ હાઈકોર્ટમાં કરેલા કેસમાં ‘મૈસી ફર્ગ્યુસન’ બ્રાન્ડની માલિકી પરના પોતાના દાવાઓ દર્શાવ્યા છે. ચેન્નાઈની કમર્શીયલ કોર્ટે મૈસીના સંદર્ભમાં વચગાળાના યથાવત્ આદેશની સાથે ટાફે (TAFE)ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેથી, મૈસીના સંદર્ભમાં ફર્ગ્યુસન બ્રાન્ડ અત્યાર સુધી, તા.29મી એપ્રિલ, 2024ની સ્થિતિને બંને પાર્ટીમાંથી કોઈ પણ ખલેલ પહોંચાડી શકે નહીં, અને જો તેમ કરે તો તે અદાલતના હુકમનો ભંગ ગણાશે. ટાફે (TAFE)એ એજીસીઓ (AGCO) સામે ચેન્નાઈની કોર્ટ કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ અવમાનના અરજી દાખલ કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. આ મેટર કંપની દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ છે.)