NaBFIDએ બોન્ડ્સ ઇશ્યૂ દ્વારા રૂ.10,000 કરોડ એકત્ર કર્યાં
નવી દિલ્હી, 16 જૂન: નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (એનએબીએફઆઇડી)એ તેના પ્રથમ ઇશ્યૂમાં લિસ્ટેડ બોન્ડ્સના ઇશ્યૂ દ્વારા રૂ. 10,000 કરડો એકત્ર કર્યાં છે. આ ઇશ્યૂને રૂ. 23,629.50 કરોડની બીડ સાથે રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 5,000 કરોડના બેઝ ઇશ્યૂની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ લગભગ 4.7 ગણા વધુ ઓવરસબસ્ક્રાઇબ થયાં હતાં. આ અનસિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડેટ સિક્યુરિટીઝ 10 વર્ષની અવધી માટે 7.43 ટકાના વાર્ષિક કૂપન રેટ ઉપર ઇશ્યૂ કરાયા છે. ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન (એઆઇએફઆઇ) દ્વારા આ સૌથી મોટો ડેટ ઇશ્યૂ છે અને તે એનએબીએફઆઇડીમાં રોકાણકારોનો વિશ્વાસ સૂચવે છે. આ ઇન્સ્ટિટ્યૂશનની સમગ્ર શેરહોલ્ડિંગ કેન્દ્ર સરકાર પાસે છે, જેણે રૂ. 20,000 કરોડનું ઇક્વિટી રોકાણ કર્યું છે તથા રૂ. 5,000 કરોડની ગ્રાન્ડ આપી છે. ઇન્સ્ટિટ્યૂશને તેની કામગીરીના એક વર્ષથી ઓછા સમયમાં અંદાજે રૂ. 15,000 કરોડની લોનનું વિતરણ કર્યું છે.
એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લીડ એડવાઇઝર હતાં અને સિરિલ અમરચંદ મંગળદાસ ઇશ્યૂના લીગલ એડવાઇઝર્સ હતાં.
NaBFIDના મેનેજિંગ ડાયરેક્ટર રાજકિરણ રાય જી એ કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દેશની મુખ્ય પ્રાથમિકતા છે અને આ ઉદ્દેશ્યને હાંસલ કરવા નીચા-ખર્ચના ફંડ્સની એક્સેસ જરૂરી છે. અમે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિ માટે યોગદાન આપવા સજ્જ છીએ.