અમદાવાદ, 13 ઓક્ટોબર : વપરાશકર્તાઓ માટે નાવી UPI દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને સરળીકૃત ઓનબોર્ડિંગ સુવિધાની લૉન્ચની ઘોષણા કરવામાં આવી છે. આ લૉન્ચ સાથે, નાવી ઍપ મોટા પાયે બાયોમેટ્રિક-આધારિત પેમેન્ટ પ્રણાલી રજૂ કરનારી ભારતની સૌથી પહેલી UPI ઍપ બનવા પામી છે, જેમાં વપરાશકર્તાઓ તેમના ફોનમાં ફિંગરપ્રિન્ટ કે ચહેરાની ઓળખ વડે વ્યવહારોને પ્રમાણિત કરવાની સવલત મેળવે છે તેમજ તેમાં પિનની કોઈ જરૂર રહેતી નથી.

બાયોમેટ્રિક પ્રમાણીકરણ – વધુ ઝડપી, વધુ સુરક્ષિત, વધુ સરળ
સુરક્ષિત, મૂળ OS-ટેક્નોલોજી પર આધારિત હોવાને કારણે બાયોમેટ્રિક પ્રમાણીકરણ UPI પેમેન્ટ પ્રણાલીને વધુ ઝડપી અને વધુ સાહજિક બનાવે છે. દરેક સમયે પિન યાદ રાખવાની કે દાખલ કરવાની જરૂરિયાત વિના હવે વપરાશકર્તાઓ સીધા તેમના ડિવાઇસ પરથી વ્યવહારો મંજૂર કરી શકે છે. આ પ્રક્રિયા ફોનની સુરક્ષિતતાના પરિપ્રેક્ષ્યમાં પ્રમાણીકરણની પૂર્ણ થતી હોવાને કારણે વ્યક્તિગત ડેટા ક્યારેય ડિવાઇસની બહાર જઈ શકતો નથી – જે તેને પેમેન્ટ કરવાની સૌથી સુરક્ષિત રીતોમાંની એક બનાવે છે.

આ સુવિધાનો ઉદ્દેશ્ય વ્યવહારોની નિષ્ફળતા ઘટાડવા, ઉપયોગમાંની સરળતા બહેતર બનાવવા તેમજ ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ જોખમો સામે સશક્ત સુરક્ષા પ્રદાન કરવાનો છે. વપરાશકર્તાઓ ઍપમાંથી કોઈપણ સમયે બાયોમેટ્રિક પ્રમાણીકરણ પ્રક્રિયાને ચાલુ અથવા બંધ કરી શકે છે.

સરળીકૃત ઓનબોર્ડિંગ – માત્ર એક પગલાંમાં UPIનું સેટઅપ
નાવી ઍપ કોઈ સરળ ઓનબોર્ડિંગ ફ્લોની પણ રજૂઆત કરે છે, જેને કારણે UPI એકાઉન્ટ સેટ કરવું હવે અગાઉથી પણ વધુ ઝડપી બન્યું છે. આ નવી પ્રક્રિયા જરૂરી પગલાં ઘટાડે છે, ઑટો-પ્રમાણીકરણ બહેતર બનાવે છે તેમજ નવા વપરાશકર્તાઓને પળભરમાં વ્યવહાર શરૂ કરવામાં મદદ કરે છે.

“સુરક્ષા અને સરળતા હંમેશાં, અમારી પ્રોડક્ટની ફિલસૂફીના મુખ્ય આધારસ્તંભ રહ્યાં છે,” નાવી લિમિટેડ (અગાઉ નાવી ટેક્નોલોજી લિમિટેડ)ના MD અને CEO, રાજીવ નરેશે જણાવ્યું હતું. “આ નવા રોલઆઉટ સાથે, અમે ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયામાં વિશ્વસનીયતા અને સુવિધા માટે કોઈ નવા માપદંડની સ્થાપના કરી રહ્યાં છીએ.”

આ બન્ને સુવિધાઓ તબક્કાવાર રીતે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસમાં રજૂ કરવામાં આવી રહી છે તેમજ આગામી થોડા દિવસોમાં નાવી UPIના તમામ વપરાશકર્તાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ થશે.