મુંબઇ: ઉંચા મથાળે વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં કૄષિ કોમોડિટીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૬૧૫.૫૦ ખુલી સાંજે ૮૬૩૫.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૭૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૭૯ તથા નીચામાં ૮૫૭૯ રૂપિયા થઇ સાંજે ૮૫૭૯ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે મસાલાના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

એરંડા તથા ધાણાનાં અમુક વાયદામા ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી  ગવાર ગમનાં વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૫૪૨ કરોડ રૂપિયાનાં વેપાર સાથે  ગુવાર સીડનાં વાયદા કારોબાર ૫૯૪ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર ગમનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર સીડ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં  ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

એરંડાના ભાવ ૭૨૧૬ રૂપિયા ખુલી ૭૧૨૬ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૫૪ રૂપિયા ખુલી ૧૪૫૪ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૩૧૪૧ રૂપિયા ખુલી ૩૦૯૦ રૂપિયા, ધાણા ૮૨૨૬ રૂપિયા ખુલી ૭૮૦૮ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૩૩૬ રૂપિયા ખુલી ૬૨૯૫ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૩૨૩ રૂપિયા ખુલી ૧૩૪૯૪ રૂપિયા, જીરાનાં ભાવ ૩૫૨૨૫ રૂપિયા ખુલી ૩૪૨૫૦ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૮૫.૦૦ રૂપિયા ખુલી ૧૬૫૬.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૮૩૨૦ ખુલી ૪૭૯૬૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૭૯૪૨  રૂપિયા ખુલી ૭૮૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.