NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરામાં બેતરફી સર્કિટો
મુંબઇ: વાયદામાં પાકતી મુદત નજીક આવતા બજારમાં ઉથલપાથલ વચ્ચે ભારે લેવાલી જોવા મળી હતી. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૭૫૪.૦૦ ખુલી સાંજે ૮૬૨૮.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૭૪૯રૂ. ખુલી ઉંચામાં ૮૭૪૯ તથા નીચામાં ૮૭૪૯રૂ. થઇ સાંજે ૮૭૪૯રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે જીરાનાં નજીકનાં વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી જ્યારે દુરનાં વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. જો કે નજીકનાં વાયદા પણ સાંજે નીચા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૪૨ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૭૦ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે દિવેલ,એરંડા, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ તથા જીરૂનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૫૯૬રૂ. ખુલી ૭૨૩૨રૂ., દિવેલનાં ભાવ ૧૪૫૬રૂ. ખુલી ૧૪૫૬રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૩૦૮૫રૂ. ખુલી ૩૦૬૫રૂ., ધાણા ૭૫૮૦રૂ. ખુલી ૭૩૪૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૩૮૫રૂ. ખુલી ૬૨૭૪રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૪૦૩૦રૂ. ખુલી ૧૩૫૫૮રૂ., જીરાનાં ભાવ ૩૬૭૯૦રૂ. ખુલી ૩૪૩૪૫રૂ., કપાસનાં ભાવ ૧૬૧૧.૦૦રૂ. ખુલી ૧૬૨૩.૦રૂ., સ્ટીલના ભાવ ૪૯૭૦૦ ખુલી ૫૦૦૧૦રૂ. અને હળદરનાં ભાવ ૭૭૫૦ રૂ. ખુલી ૭૭૭૪રૂ. બંધ રહ્યા હતા.