મુંબઇ: હાજર બજારોમાં થોભો અને રાહ જુઓની નીતિથી નિરસ ખરીદી વચ્ચે બજારો ઠપ્પ્ હતા તેથી વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આજે વધઘટે અથડાયા હતા, NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૬૯.૨૦ ખુલી સાંજે ૭૮૭૬.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૮૭રૂ. ખુલી ઉંચામાં ૭૯૮૭ તથા નીચામાં ૭૯૮૭રૂ. થઇ સાંજે ૭૯૮૭રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૧૭ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૩૦ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૦૩૦રૂ. ખુલી ૭૦૬૪ રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૭રૂ. ખુલી ૧૪૪૭રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૯૦રૂ. ખુલી ૨૭૯૧રૂ., ધાણા ૭૪૯૦રૂ. ખુલી ૭૩૮૪રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૧૭રૂ. ખુલી ૫૮૬૬રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૪૭૦રૂ. ખુલી ૧૨૩૦૫રૂ., જીરાનાં ભાવ ૩૨૮૦૦રૂ. ખુલી ૩૨૬૧૫રૂ., કપાસનાં ભાવ ૧૬૧૦.૦૦રૂ. ખુલી ૧૬૨૧.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૨૪૦ ખુલી ૪૮૧૭૦રૂ. અને હળદરનાં ભાવ  ૭૨૫૦ રૂ. ખુલી ૭૦૮૦રૂ. બંધ રહ્યા હતા.