મુંબઇ, 27 જૂન: ગુજરાત ભરમાં મેઘમહેરનાં અહેવાલો વચ્ચે હાજર બજારો નરમ પડતાં વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે મગફળીનાં  વાયદામાં ૨૦ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે   ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી.  ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૭૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૫૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા મગફળી, ઇસબગુલ, જીરૂ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.   એરંડાના ભાવ ૫૭૫૧ રૂ. ખુલી ૫૭૧૯ રૂ., દિવેલનાં ભાવ ૧૧૭૭ રૂ. ખુલી ૧૧૭૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૪૭૦ રૂ. ખુલી ૨૪૪૮ રૂ., ધાણા ૬૫૪૮ રૂ. ખુલી ૬૪૪૦ રૂ., મગફળીનાં ભાવ ૬૯૭૧ રૂ. ખુલી ૬૯૫૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૨૬૦ રૂ. ખુલી ૫૩૧૭ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૧૩૯ રૂ. ખુલી ૧૦૨૭૫ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૨૫૦ રૂ. ખુલી ૨૫૨૫૦ રૂ.,  જીરાનાં ભાવ ૫૭૬૦ રૂ. ખુલી ૫૪૬૪૦ રૂ., કપાસનાં ભાવ ૧૪૭૬.૦૦ રૂ. ખુલી ૧૪૭૫.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૦૫૦ ખુલી ૪૬૧૬૦ રૂ. અને હળદરનાં ભાવ ૯૧૮૦ રૂ. ખુલી ૯૨૯૦ રૂ. બંધ રહ્યા હતા.