NCDEX:ગુવારગમ-સીડ, જીરૂ, હળદરમાં ઉપલી સર્કિટ

મુંબઇ, 21 જૂન: પશ્ચિમ ભારતમાં વિપરીત હવામાનનાં કારણે અચાનક કૄષિ કોમોડિટીનાં ભાવો ઉંચકાયા હતા. જેની વાયદા ઉપર પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે મગફળીનાં વાયદામાં ૧૧૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમ, ગુવાર સીડ, જીરા તથા હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૭૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૩૪ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, મગફળી તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૭૯૦ રૂ. ખુલી ૫૭૯૨ રૂ., દિવેલનાં ભાવ ૧૧૮૭ રૂ. ખુલી ૧૧૮૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૭૯ રૂ. ખુલી ૨૬૦૦ રૂ., ધાણા ૬૩૧૦ રૂ. ખુલી ૬૪૪૪ રૂ., મગફળીનાં ભાવ ૭૦૪૧ રૂ. ખુલી ૭૦૩૫ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૨૬૦ રૂ. ખુલી ૫૪૨૯ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૧૩૦ રૂ. ખુલી ૧૦૬૦૫ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૪૦૦ રૂ. ખુલી ૨૫૪૫૦ રૂ., જીરાનાં ભાવ ૫૧૪૨૦ રૂ. ખુલી ૫૩૬૪૦ રૂ., કપાસનાં ભાવ ૧૪૯૬.૦૦ રૂ. ખુલી ૧૫૦૭.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૫૨૦ ખુલી ૪૬૫૨૦ રૂ. અને હળદરનાં ભાવ ૮૯૬૦ રૂ. ખુલી ૯૫૪૮ રૂ. બંધ રહ્યા હતા.