FIIની 1606 કરોડની ખરીદી, DIIની 496 કરોડની વેચવાલીસેન્સેક્સની 59000 પોઇન્ટ તરફ સરકતી સુધારાની ચાલ
બીએસઇ ખાતે ટ્રેડેડ 3670માંથી 1894 સ્ક્રીપ્સમાં સુધારો સામે 1613માં ઘટાડોHDFC બેન્કના 134 અને રિલાયન્સના 100 પોઈન્ટના કોન્ટ્રિબ્યુશન સાથે સેન્સેક્સ 58853 પર બંધ

અમદાવાદ: ભારતીય શેર બજારોમાં સપ્તાહની શરૂઆત સપાટ રહ્યા બાદ અંતે ઉછાળો નોંધાયો હતો. બીએસઈ ખાતે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 669 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 465.14 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 127.60 પોઈન્ટ વધ્યો હતો. એચડીએફસી બેન્કના 134 અને રિલાયન્સના 100 પોઈન્ટના કોન્ટ્રિબ્યુશન સાથે સેન્સેક્સ 58853 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ 17500ની સપાટી જાળવી અંતે 17525.10 પર બંધ આપ્યુ હતું.  કુલ માર્કેટ કેપ 272.87 લાખ કરોડ થઈ હતી.

એઆઈ ડ્રોનની જાહેરાતે HALના શેરમાં ઉછાળો

સેક્ટોરલ ઈન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ 2 ટકા ઉછાળા સાથે આકર્ષક રહ્યા હતા. એઆઈ આધારિત ડ્રોન બનાવવાની જાહેરાતના લીધે ટ્રેન્ડમાં રહેતાં હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) 8.09 ટકા વધી 2159.20 પર બંધ રહ્યો હતો. સિમેન્સ 4.66 ટકા, સુઝલોન 3.09 ટકા, એલટી 2.34 ટકા તેજી જોવા મળી હતી.

ઓટો, મેટલ, પાવર શેરમાં તેજી

પોઝિટીવ ઓટો સેલ્સ, વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવોમાં ઘટાડો, તેમજ વીજ સેગમેન્ટમાં સરકારના મોટા સુધારા તથા પ્રોત્સાહક પરિણામોના પગલે ઓટો, મેટલ, પાવર શેર્સમાં તેજી જોવા મળી હતી. જેમાં આગામી ટ્રેન્ડ તેજીનો રહેવાની શક્યતા છે.

માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ

બીએસઈ ખાતે ટ્રેડેડ 3670 સ્ટોક્સમાંથી 1894માં સુધારાનું અને 1613માં ઘટાડાનું વલણ નોંધાયુ હતું. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 20માં 0.11 ટકાથી 3 ટકા સુધીનો સુધારો જ્યારે 10માં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. 141 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 42 સ્ક્રિપ્સ વર્ષના તળિયે નોંધાઈ હતી. ઉપરોક્ત વધ-ઘટ માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાનો સંકેત આપે છે.

મંદીની ભીતિ દૂર થતાં શેર બજારમાં તેજીની શક્યતાં

બજારની તેજી માટે FIIની સતત ખરીદી અને ક્રૂડના ભાવમાં ઘટાડો મુખ્ય પરિબળ છે. જો કે, પીએસયુ કંપનીઓના નબળા તેમજ બિનઅપેક્ષિત પરિણામોને કારણે પીએસયુ સ્ટોક્સમાં માહોલ શુષ્ક બન્યો છે. મજબૂત યુએસ જોબ નંબરોએ મંદીની ચિંતાઓને દૂર કર્યા પછી પશ્ચિમી બજારોમાં વધારો જારી છે. જે ભારતીય શેર બજારોમાં તેજી લાવશે.

આ ઘટનાઓ પર રહેશે શેર બજારની ચાલનો આધાર

–     જીડીપી ગ્રોથના આંકડા

–     સ્થાનિક રોકાણકારોનું વલણ

–     આઈઆઈપી ગ્રોથ, ફુગાવાના આંકડાઓ