નિફ્ટી સૌ પ્રથમવાર 19700ની જાદૂઇ સપાટી ક્રોસ, સેન્સેક્સ 529 પોઇન્ટ ઉછળ્યો
ફન્ડામેન્ડલ પિક્સ ફોર 2-4 ક્વાર્ટર એટ એ ગ્લાન્સ
Stock | LTP | buy at | target | Time |
PNBHousing | 620 | 614-627 | 681-729 | 2-3qtrs |
Caplin Point | 821 | 821 | 910-973 | 3-4qtrs |
ThomasCook | 77 | 75-79 | 85-96 | 2-3qtrs |
VST Tillers | 919 | 2900-2960 | 3245-3560 | 3-4qtrs |
અમદાવાદ, 17 જુલાઇઃ
બજારે તેની વિક્રમી રેલી ચાલુ રાખી અને 17 જુલાઈના રોજ સતત ત્રીજા સત્રમાં ઓટો સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદીની આગેવાની હેઠળ જીતનો દોર પણ લંબાવ્યો છે. તેના કારણે નિફ્ટીને 19,700ની ઉપર આરામથી બંધ થવામાં મદદ મળી છે. બંધ સમયે, સેન્સેક્સ 529.03 પોઈન્ટ અથવા 0.80 ટકા વધીને 66,589.93 પર અને નિફ્ટી 147 પોઈન્ટ અથવા 0.75 ટકા વધીને 19,711.50 પર હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો હોવા છતાં, બજાર નજીવું ઊંચું ખુલ્યું અને દિવસ આગળ વધતો ગયો તેમ નવેસરથી વિક્રમી સ્તર તરફની આગેકૂચ જારી રહી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE સેન્સેક્સ અને નિફ્ટી50 અનુક્રમે 66,656.21 અને 19,731.85ના નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ્યા હતો. BSE સેન્સેક્સ ઉપરમાં 66,656.21 (નવી ટોચ) અને નીચામાં 66,015.63 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 529.03 પોઈન્ટ્સ અથવા 0.80 ટકા ઉછળીને 66589.93 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,731.85 (નવી ટોચ) અને નીચામાં 19,562.95 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 146.95 પોઈન્ટ્સ અથવા 0.75 ટકાના ઉછાળા સાથે 19711.45 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ફાર્મા, બેન્ક, ફાઇનાન્સિયલ અને ઓટોમાં આગઝરતી તેજી
આજે ફાર્મા, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો, મેટલ, આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ, એનર્જી તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી જ્યારે ઓટો, ટેલીકોમ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.29 અને 0.85 ટકા વધીને બંધ રહ્યા હતા.
DII એ છેલ્લા પંદર ટ્રેડિંગ દિવસોમાં રૂ. 10,000 કરોડથી વધુનું વેચાણ કર્યું
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ છેલ્લા 15 ટ્રેડિંગ સેશન્સમાં સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં આશરે રૂ. 10,000 કરોડનું વેચાણ કર્યું છે. વિશ્લેષકોએ આને પ્રોફિટ બુકિંગ ગણાવ્યું છે, જે આ વર્ષે એપ્રિલમાં શરૂ થયેલી મજબૂત વ્યાપક-આધારિત રેલીને પગલે આવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના ડેટા દર્શાવે છે કે 28 જૂનથી અત્યાર સુધીમાં, DII એ ભારતીય શેરોમાં રૂ. 10,378 કરોડનું વેચાણ કર્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)