નિફ્ટી 18000 નજીકઃ ચેતવણી નહિં, સાવચેતી વ્યક્ત કરતાં નિષ્ણાતો

અમદાવાદઃ નિફ્ટી 18000 પોઇન્ટની નજીક પહોંચ્યો છે. સૌ કોઇ હવે નવા હાઇ માટે આતુર બન્યા છે. ત્યારે નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સુધારાની ચાલ દરમિયાન નિફ્ટીએ ચાર મેજર કરેક્શન નોંધાવ્યા છે. જે 10 ટકા કે તેથી વધુ રહ્યા છે. વૈશ્વિક શેરબજારોની સરખામણીમાં જોઇએ તે છેલ્લા એક વર્ષ દરમિયાન બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ભારતેમાં -1 ટકાથી -5 ટકા કરેક્શન જોવાયું છે. જેમાં ભારતે 5 ટકા કરેક્શન દર્શાવ્યું છે. તેની સામે કોરિયા -30 ટકા, જર્મની -29 ટકા, તાઇવાન -28 ટકા, યુએસ -18 ટકા કરેક્શન ધરાવે છે. તેની સામે છેલ્લા 3 માસની સ્થિતિ જોઇએ તો બ્રાઝિલ -5 ટકા, ઇન્ડોનેશિયા -1 ટકા, સિંગાપોર -2 ટકા કરેક્શન ધરાવે છે. એકમાત્ર ભારત 4 ટકા પોઝિટિવ ટ્રેન્ડ ધરાવે છે. છતાં ટેકનિકલ નિષ્ણાતો માત્ર સાવચેતીનો સૂર વ્યક્ત કરે છે. ચેતવણીનો નહિં. જો 18000 પોઇન્ટ ઉપર નિફ્ટી કન્ટિન્યુ કરે તો નવો હાઇ નેક્સ્ટ શોર્ટરનમાં જ જોવા મળવાની શક્યતા 75 ટકા સામે કરેક્શનની શક્યતા 25 ટકાની રહે છે.

નિષ્ણાતોની નજરે નિફ્ટીની નેક્સ્ટ ચાલ

ટાર્ગેટનિષ્ણાત
18000+વિરાજ વ્યાસ, આશિકાસ્ટોક બ્રોકીંગ
18160- 18350/17200- 16900આશિષ ચતુરમોથા, જેએમ ફાઇ.

વિવિધ બ્રોકરેજ હાઉસ દ્રારા ભલામણ કરાયેલા શેર્સ

Companylast closetargetrecommendation by
JYOTHI LABS191.05226SMC
GREAVES COTTON174199SMC
CONTAINER CIORP753870MOTILAL OSWAL
CENTURY PLY.675750ICICI SEC.
IPCA LAB8731160EDELWEISS
WHIRPOOL17561725EMKAY GLOBLE
PERSISTENT SYS.34023833JP MORGAN
FORTIS HEALTH287317PRABHUDAS LILADHAR
GAIL INDIA91119JP MORGAN
ANGELONE13401830ICICI SEC.
BOROSIL348463GEPL CAPITAL
ALKEM LEB29733700AXIS CAPITAL
ABBOT INDIA1843522780SHAREKHAN
GRASIM IND.16641970JEFFERIES
INDUSIND BANK11011300ANAND RATHI

 

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)