નિફ્ટી ઉછળી 18500 પોઇન્ટની નજીક, સેન્સેક્સ 629 સુધર્યો
અમદાવાદ, 26 મેઃ BSE સેન્સેક્સ 62,529.83 અને 61,911.61 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 629.07 પોઈન્ટ્સ ઉછળીને 62501.69 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 18,508.55 અને 18,333.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 178.20 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18499.35 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈમાં પાવર શેરોને બાદ કરતા સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી.
રિયાલ્ટી, IT, ટેકનો, મેટલ, FMCG, CD, HC અને ટેલીકોમ શેરોમાં સાર્વત્રિક સુધારો
આજે ખાસ કરીને રિયાલ્ટી, આઈટી, ટેકનો, મેટલ, એફએમસીજી, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ટેલીકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.82 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3630 પૈકી 1907 સ્ક્રીપ્સમાં સુધઘારો અને 1600 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટ સેન્ટિમેન્ટ સાર્વત્રિક ખરીદીનું બનવા સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી છે. સેન્સેક્સ પેકની 30 પૈકી 27 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો.
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3630 | 1907 (52.53%) | 1600 (44.08%) |
SENSEX | 30 | 27 | 3 |
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
BORORENEW | 513.30 | +30.15 | +6.24 |
ZEEL | 190.70 | +11.95 | +6.69 |
JMFINANCIL | 71.41 | +4.62 | +6.92 |
NAUKRI | 4,198.70 | +298.80 | +7.66 |
ECLERX | 1,538.30 | +130.05 | +9.23 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
PAGEIND | 37,456.25 | -3,683.25 | -8.95 |
STARHEALTH | 534.30 | -49.65 | -8.50 |
MANALIPETC | 67.39 | -4.48 | -6.23 |
ENGINERSIN | 104.52 | -5.85 | -5.30 |
MIDHANI | 219.35 | -11.25 | -4.88 |