અમદાવાદઃ શુક્રવારે નિફ્ટી-50એ 18395ના લેવલ તરફની મૂવમેન્ટ દર્શાવી હતી. પરંતુ પાછળથી મહત્વની 18300ની સપાટી વાયોલેટ થઇ હતી. જેમાં છેલ્લે 36 પોઇન્ટ ઘટી 18308 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ટેકનિકલ ઇન્ડિકેટર્સ બેરિશ ટ્રેન્ડ દર્શાવે છે. જેમાં નિફ્ટી 18210- 18175 પોઇન્ટ સુધી ઘટાડાની શક્યતા દર્શાવે છે. નીચામાં 18210- 18175- 17950 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ઉપરમાં 18450ની સપાટી મહત્વની હર્ડલ ગણાવી શકાય.

BANK NIFTY: SUPPORT 42244- 42050, RESISTANCE 42611- 42784

શુક્રવારે બેન્ક નિફ્ટીએ 42591થી 42224 પોઇન્ટના લેવલ સુધીની ચાલ દર્શાવી હતી. છેલ્લે 21 પોઇન્ટના ઘટાડા સાથે 42237 પોઇન્ટ બંધ રહેવા સાથે માર્કેટબ્રેડ્થ નેચરલ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ગત સપ્તાહે બેન્ક નિફ્ટીએ 42623 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી હતી. માર્કેટ ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યું હોવાથી એકાદ કરેક્શન આવે પણ ખરું તેને ધ્યાનમાં રાખીને 42244- 42055 પોઇન્ટની સપોર્ટ સપાટીઓ ધ્યાને રાખવી. ઉપરમાં 42611- 42784 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટસ ગણાવી શકાય

NIFTY18308BANK NIFTY42244STOCKS IN FOCUS
S-118213S-142244GPIL
S-218119S-242050AXIS BANK
R-118398R-142611TATAMOTORS
R-218489R-242784SUNPHARMA

Market Lens by Reliance securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)