ગુરુવારનો દિવસ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સેન્સેક્સ માટે સુવર્ણ છોગું ઊમેરનારો પૂરવાર થયો હતો. સેન્સેક્સ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી તેની જૂની- નવી ટોચને સ્પર્શવાથી માત્ર 13 પોઇન્ટ દૂર રહ્યો હતો. ગુરુવારે નિફ્ટીએ 18530 પોઇન્ટની સપાટી ટચ કર્યા બાદ છેલ્લે 217ના સુધારા સાથે 18484 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે.

ટેકનિકલી જોઇએ તો નવેમ્બર સિરિઝમાં 4.2 ટકા સુધારા સાથે માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. જેમાં તેણે 18300- 18400 પોઇન્ટની નિયરટર્મ હર્ડલ્સ ક્રોસ કરી લીધી છે. હવેની ચાલમાં નિફ્ટી 18600- 18750- 19000 પોઇન્ટ માટે સજ્જ બની રહ્યો છે. પરંતુ તેના માટે 18342- 18201 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ્સ જળવાઇ રહેવા જરૂરી રહેશે. ઉપરમાં 18578 અને 18671 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY18484BANK NIFTY43075IN FOCUS
S-118342S-142842WIPRO/B
S-218201S-242609ASIANPAINT/B
R-118578R-143236BALKRISIND/B
R-218671R-243397LICHSGFIN/B

BANK NIFTY OUTLOOK: SUPPORT 42842- 42609, RESISTANCE 43236- 43397

સેન્સેક્સની સાથે બેન્ક નિફ્ટી (બેન્કેક્સ) પણ સૂર પૂરાવવા સાથે રોજ નવી ઊંચાઇઓ સર કરી રહ્યા છે. ગુરુવારે 346 પોઇન્ટના ઉછાળા સાથે 43075 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ ઝડપી સુધારાનો જણાય છે. પરંતુ સ્ટોપલોસ આવશ્યક રહેશે. કારણકે માર્કેટમાં વોલેટિલિટી વધી રહી છે.

ટેકનિકલી જોઇએ તો નવેમ્બર સિરિઝમાં બેન્ક નિફ્ટીએ પણ 4.3 ટકાનો સંગીન સુધારો નોંધાવ્યો છે. તે જોતાં હવે ઊપરમાં 43500 મહત્વની રેઝિસ્ટન્સ ગણાવી શકાય. ત્યારબાદ 43236- 43397 પોઇન્ટ સુધીનો સુધારો જોવા મળી શકે.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)