સેન્સેક્સ ખુલતામાં જ 60000 પોઇન્ટની સપાટી ક્રોસ, નિફ્ટી સોમવારના બન્ને રેઝિસ્ટન્સ ક્રોસ, 18000 ભણી આગેકૂચ
DETAILS | NIFTY | BANK NIFTY | IN FOCUS |
S-1 | 17787 | 40726 | ENGINERSIN |
S-2 | 17668 | 40461 | ACC |
R-1 | 17843 | 41369 | HDFCLIFE |
R-2 | 17898 | 41717 | TATAMOTORS |
નિફ્ટી-50એ શુક્રવારે 17839 પોઇન્ટના લેવલથી સ્ટેબલ શરૂઆત કરી હતી. પરંતુ નીચામાં 17724 પોઇન્ટના લેવલે કોન્ફિડેન્સ ડગમગાવ્યો હતો. જોકે, છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 17787 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 17800નું લેવલ નોંધાવ્યું છે. સોમવારે સવારે નિફ્ટીએ 17910 પોઇન્ટની સપાટીએ પ્રિઓપનિંગ સેશનમાં ખુલીને ખુલ્લો સંકેત આપ્યો છે કે, માર્કેટ સેન્ટિમેન્ટ હવે સુધારા તરફી બની રહ્યું છે. જેમાં સોમવારના બન્ને રેઝિસ્ટન્સ પણ ખુલતામાં જ ખલાસ થઇ ગયા છે. તે જોતાં નિફ્ટી કદાચ સોમવારે જ 18000 પોઇન્ટની જાદૂઇ સપાટી ક્રોસ કરે તેવી શક્યતા નકારી શકાય નહિ. જોકે, સેન્સેક્સે 60000 પોઇન્ટની જાદૂઇ સપાટી ક્રોસ કરી લીધી છે.
BANK NIFTY OUTLOOK: SUPPORT 40726- 40461, RESISTANCE 41369- 41717
બેન્ક નિફ્ટીએ પણ પ્રિ-ઓપનિંગ સેશનમાં 41266 પોઇન્ટની સપાટીએ ખુલવા સાથે રેઝિસ્ટન્સ લેવલ નજીક સપાટી નોંધાવી છે. ગત સપ્તાહે બેન્ક નિફ્ટીએ તેની 5 વીકની 41531 પોઇન્ટની ઊંચી સપાટી હાંસલ કર્યા બાદ સુધારો સંકડાયો છે. 5 ઓક્ટોબરથી બેન્ક નિફ્ટીએ 41500નું સબ લેવલ ટેસ્ટ કર્યા પછી મોટાભાગના ઇન્ડિકેટર્સ તેજીની તરફેણ કરી રહ્યા છે. 40700નું મહત્વનું રેઝિસ્ટન્સ ક્રોસ થઇ ચૂક્યું છે. તે જોતાં બેન્ક નિફ્ટી હવે 41500-41700 ક્રોસ કરે તે જોવાનું રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)