અમદાવાદઃ સતત સાત દિવસની મંદીમાં નિફ્ટી 17400ની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી ચૂક્યો છે. માર્કેટ નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ એવી ભિતિ સેવી રહ્યા છે કે, નિફ્ટી-50 હજી ઘટી 17000 નીચે જઇ શકે છે. જો અને તો ની શક્યતાઓને સાઇડમાં રાખીએ અને ટેનિકલ એનાલિસિસ અનુસાર જોઇએ તો નિફ્ટી માટે 17311 અને 17229 પોઇન્ટની સપાટીઓ મહત્વની ટેકાની રહી શકે છે. ઉપરમાં 17463- 17534 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ગણવી. આ બન્ને સપાટીઓ ક્રોસ થાય તો સમજી શકાય કે માર્કેટ ટર્નઅરાઉન્ડ થઇ રહ્યું છે.

સોમવારે નિફ્ટીએ 73 પોઇન્ટના ઘટાડા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ નોંધાવી હતી. સાથે સાથે ચાર મહિનાની નીચી સપાટી પણ હાલના સેટઅપ અનુસાર નિફ્ટી કોન્સોલિડેટ થઇ શકે છે. જેમાં 17600ની સપાટી સુધારા માટેની સૂચક ગણાવી શકાય.

NIFTY17393BANK NIFTY40307IN FOCUS
S117311S139911BLUESTAR (B)
S217229S239515HDFCLIFE (B)
R117463R140537POWERGRID (B)
R217534R240767DLF (S)

BANK NIFTY OUTLOK: SUPPORT 39911- 39515, RESISTANCE 40537- 40767

સોમવારે 398 પોઇન્ટના લોસ સાથે બેન્ક નિફ્ટી 40307 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેક્ટરોલ ઓવરસોલ્ડ ઝોનમાં રમી રહ્યો છે. 40500 પોઇન્ટની સપાટી હાલની મંદીમાંથી માર્કેટને સ્ટેબલ થવા માટે મહત્વની પૂરવાર થઇ શકે છે.

(Market lens by Reliance Securities)

(report by Kunvarji)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)