NIFTY OUTLOOK: SUPPORT 18257- 18129, RESISTANCE 18459- 18533
અમદાવાદઃ સોમવારના ઘટાડાની ચાલ મંગળવારે પણ આગળ વધી હતી. પરંતુ બપોર પછી તિવ્રતા ઘટવા સાથે મંગળવારના 700+ ઘટાડાની સામે 450+ પોઇન્ટની રિકવરી દર્શાવે છે કે માર્કેટ ધીરે ધીરે ઓવરબોટ કન્ડિશનમાંથી બહાર આવી રહ્યું છે. મંગળવારે નિફ્ટીએ 18203ની બોટમ બનાવ્યા બાદ છેલ્લે 35 પોઇન્ટના કરેક્શન સાથે 18385 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ સાધારણ નેગેટિવ રહેવા છતાં વેલ્યૂ બાઇંગ સપોર્ટ મળી રહ્યો છે.
ટેકનિકલી સળંગ ત્રણ ટ્રેડિંગ સેશનથી જોઇ રહ્યા છીએ કે નિફ્ટી તેની 20 ડે ઇએમએ અને 50 ડે ઇએમએ વચ્ચે સ્ટક થઇ ગયો છે. જે હાલમાં 18457 અને 18191 પોઇન્ટ છે. બજારમાં સામાન્ય રોકાણકારોની પણ ગેરહાજરી છે. શોર્ટટર્મ ઇન્ડિકેટર્સ કરેક્શન વધવાનો સંકેત આપી રહ્યા છે. જ્યારે નિયર ટર્મ ઇન્ડિકેટર્સ માર્કેટ ગમે ત્યારે ટર્નઅરાઉન્ડનો સંકેત આપી રહ્યા છે. ઉપરમાં નિફ્ટી માટે 18600- 18650 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ છે. જ્યારે નીચામાં 18200- 18150 -18000 મહત્વની સપોર્ટ સપાટીઓ છે. આ લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડર્સે સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 18385 | BANK NIFTY | 43360 | IN FOCUS |
S-1 | 18257 | S-1 | 43068 | MPHASIS (B) |
S-2 | 18129 | S-1 | 42776 | CONCOR (B) |
R-1 | 18459 | R-1 | 43539 | GRASIM (B) |
R-2 | 18533 | R-2 | 43718 | SRF (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 43068- 42776, RESISTANCE 43539- 43718
મંગળવારે બેન્ક નિફ્ટીએ તેની અગાઉના ઘટાડાની ચાલને રિવર્સ કરવા સાથે ફરી સુધારો દર્શાવવા સાથે સ્ટોક સ્પેસિફિક સુધારો નોંધાવ્યો હતો. જોકે, છેલ્લે 54 પોઇન્ટના ઘટાડા સાથે 43360 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેચરલ રહી હતી. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીએ 42900ના લેવલને ટચ કર્યા બાદ ખાસ્સો સુધારો નોંધાવ્યો હતો. હાલની સ્થિતિ અનુસાર ઉપરમાં 43800 આસપાસ હર્ડલ રહેવા સાથે નીચાંમાં 42900- 43539 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ જણાય છે.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)