NIFTY OUTLOOK: SUPPORT 18460- 18408, RESISTANCE 18550- 18587
અમદાવાદઃ ભારતીય શેરબજારો ઐતિહાસિક ટોચ તરફ આગળ વધી રહ્યા છે. નિફ્ટી શુક્રવારે ફ્લેટ શરૂઆત પછી ઇન્ટ્રા-ડે 18533 પોઇન્ટની હાઇ બનાવી 29 પોઇન્ટના સુધારા સાથે 18513 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સતત સુધારાનું ગણાવાય છે.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી 52 વીકની ટોચ બનાવી છે. સાથે સાથે 18500ની મહત્વ પૂર્ણ રેઝિસ્ટન્સ પણ ક્રોસ કરી છે વિદેશી નાણાકીય સંસ્થાઓ નેટ લેવાલ બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જે માર્કેટ અને ઇન્ડાઇસિસમાં સુધારા માટે મહત્વપૂર્ણ ગણાય છે તેમાં સળવળાટ જોવા મળ્યો છે. તે જોતાં નિફ્ટી શોર્ટ રનમાં 18600- 18750- 19000 પોઇન્ટના સુધારા માટે સજ્જ બન્યો હોવાનું જણાય છે. પરંતુ સામે પ્રત્યાઘાતી ઘટાડાની ચાલમાં 18460- 18408 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટીઓ તૂટે નહિં તેનું ધ્યાન રાખીને 18550- 18587 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ઉપર વોચ રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 18513 | BANK NIFTY | 42984 | INFOCUS |
S-1 | 18460 | S-1 | 42786 | INDUSTOWER (B) |
S-2 | 18408 | S-2 | 42588 | POLYCAB (B) |
R-1 | 18550 | R-1 | 43260 | TATAMOTORS (B) |
R-2 | 18587 | R-2 | 43537 | ZYDUSLIFE (B) |
BANK NIFTY: SUPPORT 42786- 42588, RESISTANCE 43260- 43537
શુક્રવારે બેન્ક નિફ્ટીએ 43339 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે છેલ્લે 91 પોઇન્ટના લોસ સાથે 42984 પોઇન્ટ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેચરલ રહી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સ્ટ્રોંગ અપમૂવ સાથે બેન્ક નિફ્ટી ઓલટાઇમ હાઇ બનાવી ચૂક્યો છે. ડેઇલી ટાઇમ ફ્રેમ ચાર્ટ તેમજ અવરલી ઇન્ડિકેટર્સ હાયર લેવલ રિવર્સલ મુજબ સેલ સિગ્નલ આપી રહ્યા છે. જો ઇન્ડેક્સ તેની 42890 પોઇન્ટની સપાટી જાળવવામાં નિષ્ફળ રહે તો માર્કેટમાં નિયર ટર્મ ઘટાડાની શક્યતા જોવાય છે. જેમાં ઇન્ડેક્સ 42786- 42588 પોઇન્ટ સુધી ઘટી શકે. ઉપરમાં 43260- 43537 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ગણવા ટેકનિકલ એનાલિસ્ટ્સ સલાહ આપી રહ્યા છે.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)