અમદાવાદઃ બુધવારે નિફ્ટી- 50એ ફ્લેટ શરૂઆત કર્યા પછી 82 પોઇન્ટના ઘટાડા સાથે 15528 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. ઇન્ડેક્સે ડેઇલી ચાર્ટ ઉપર સ્મોલ રિયલ બોડી ફોર્મેશન સાથે બેરિશ ઇંગલફીંગ પેટર્ન નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં નજીકનો ટ્રેન્ડ પ્રોફીટ બુકિંગનું જોર વધે તેવો સૂચવે છે. જેમાં નિફ્ટી નીચામાં 18446 સુધી નીચે ઉતરી શકે છે. પરંતુ જો 18503ની મહત્વની ટેકાની સપાટી જળવાઇ રહે તો 18646 પોઇન્ટ અને ત્યારબાદ 18726 પોઇન્ટ જોવા મળી શકે. માર્કેટમાં હાલ પુરતું સ્ટોક સ્પેસિફિક અને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.

NIFTY18561BANK NIFTY43909IN FOCUS
S-118503S-142922GPIL (B)
S-218446S-242746COLPAL
R-11864643101R-1RECLTD (B)
R-218726R-243504ASI. PAINT (B)

BANK NIFTY OUTLOOK: SUPORT 42922- 42746, RESISTANCE 43301- 43504

બુધવારે બેન્ક નિફ્ટીએ 40 પોઇન્ટના ઘટાડા સાથે 43099 પોઇન્ટનું બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં પીએસયુ બેન્ક્સમાં આકર્ષણ રહ્યું છે. ટેકનિકલી બેન્ક નિફ્ટીના ઇન્ડિકેટર્સ સૂચવે છએ કે, ડેઇલી તેમજ વીકલી ટાઇમફ્રેમ ચાર્ટ્સ નેચરલ રહ્યા છે. જેમાં 42922 અને 43301 પોઇન્ટ વચ્ચેની રસાકસીમાં જે તરફનું બ્રેકઆઉટ જોવા મળશે તે તરફ માર્કેટની ચાલ રહેવાની સંભાવના છે.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)