• સેન્સેક્સમાં 690 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 89 પોઇન્ટનો ઘટાડો
  • IT, ઓઇલ, મેટલ અને ફાર્મા એક ટકો સુધર્યા, બેન્કિંગ 1 ટકા ઘટ્યો

ગુરુવારે એફએન્ડઓ સેટલમેન્ટ વચ્ચે ભારતીય શેરબજારોમાં 690 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં 89 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે બજારો મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 89.14 પોઇન્ટ એટલે કે 0.14 ટકાના ઘટાડા સાથે 57,595.68 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 23 પોઈન્ટ ઘટીને 17,223 પર બંધ થયો હતો. વિવિધ સેક્ટર પર નજર કરીએ તો આઇટી, ઓઇલ એડ ગેસ, મેટલ્સ અને ફાર્માસ્યુટીકલ્સ ઇન્ડેક્સમાં 1 ટકા સુધીનો વધારો જોવા મળ્યો જ્યારે બેન્કિંગ શેરમાં 1 ટકાનો ઘટાડો થયો. નાના-મધ્યમ શેરોમાં હળવી ખરીદી જોવા મળી છે. બીએસઈ મિડ કેપ અને સ્મૉલકેપ ઇન્ડેક્સમાં સાધારણ સુધારાની ચાલ રહી હતી.

Paytm 13% વધ્યો, 4 મહિનામાં સૌથી મોટી તેજી

પેટીએમના શેરમાં ગુરુવારે 13 ટકાનો છેલ્લા ચાર માસનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. સાથે સાથે વોલ્યુમમાં પણ જંગી ઉછાળો જોવા મળ્યો હતો.  બીએસઇ ખાતે 13 ટકાના ઉછાળા સાથે રૂ. 592.40ના સ્તર પર પહોંચ્યો. આ સ્ટૉકમાં 24 નવેમ્બર, 2021 પછી આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
વિવિધ બ્રોકર્સની નજરે પેટીએમનો શેરઃ
દોલત કેપિટલઃ ટાર્ગેટ રૂ. 2500થી ઘટાડી રૂ. 1620. પેટીએમની લૉન્ગ ટર્મ પર રેવેન્યૂ ગ્રોથ પર લગભગ 100 બેસિસ પોઈન્ટ્સની નેગેટિવ અસર પડી શકે.
મેક્વેરીઃ ટાર્ગેટ પ્રાઇસ રૂ. 450. રોકાણકારોએ આ શેરમાં બોટમ ફિશિંગથી બચવું રહ્યું

ઝી એન્ટરપ્રાઇસિસઃ ગુરુવારે 6 ટકા ઉછળ્યો છે. બ્રોકર્સ હાઉસ સોની સાથેના જોડાણને પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે.

લ્યુપિનઃ 3 ટકા ઉછળેલી આ કંપનીને યુએસએફડીએ તરફથી સ્લાઇડનાફીલના ઓરલ સસ્પેન્શન માટે એએનડીએ મંજૂરી મળી છે. તેના કારણે આ શેરમાં આકર્ષણ જોવા મળ્યું છે.

ઇન્દ્રપ્રસ્થ ગેસઃ દિલ્હીમાં ઘરેલું પીએનજીની કિંમતમાં વધારો થવાના કારણે આ કંપનીને ફાયદો થવાની ધારણા છે. શોર્ટટર્મ તેજીનો હોવાનું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.

નેલ્કોઃ ગુરુવારે 5 ટકા ઉછળેલા આ શેરમાં ટાટા ગ્રુપની કંપનીઓ નેલ્કો અને ઓમ્નિસ્પેસ દ્વારા 5G નૉન-ટેરેસ્ટ્રીયલ નેટવર્ક (NTN) બનાવા અને ડિસ્ટ્રીબ્યૂટ કરવા, ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સર્વિસિસ માટે એક યોજના ઘડાઇ છે. તેના પગલે આ શેરમાં પણ તેજીનો સળવળાટ જોવા મળી શકે છે.

JSPL 6 દિવસમાં 16 ટકા વધ્યો, 10 વર્ષની ટોચે

ગુરુવારે શેર 10 વર્ષની ટોચે પહોંચ્યો છે. છ દિવસમાં 16 ટકા ઉછાળા સાથે વોલ્યુમમાં પણ જંગી વધારો થયો છે. ગુરુવારે 529.40ની ટોચે પહોંચ્યો હતો. જે બજાર બંધ થવાના સમયે રૂ. 10.85  એટલેકે 2.12 ટકા ઉછાળા સાથે 521.65  પર બંધ થયો હતો.
વિવિધ બ્રોકર્સ હાઉસની નજરે જેએસપીએલ સ્ટ્રેટેજી
મોતીલાલ ઓસવાલઃ ટાર્ગેટ વધારી રૂ. 605,  કંપનીને ઑસ્ટ્રેલિયા અને મોઝામ્બિકમાં કેપ્ટિવ કોલસા માઇન્સથી ફાયદો કંપનીને શરૂ થઇ ગયો છે. જ્યારે કેકિન કોલના ભાવ તેના ટોપ પર છે. JSPLએ તેની વોલોન્ગોંગ (WOLLONGONG) માઇનથી પણ શિપમેન્ટ શરૂ કર્યું છે જે નાણાકીય વર્ષ 2023 કંપનીને 20 કરોડ ડૉલરની બચત થઈ શકે છે.
સેન્ટ્રમ ઇન્સિટ્યુશનલ રિસર્ચઃ JSPL નાણાકીય વર્ષ 2023માં દેવું મુક્ત થઈ જશે. ટાર્ગેટ રૂ. 630થી વધારી રૂ. 659 કર્યો છે.
એડલવાઇસ રિસર્ચઃ ખરીદીની ભલામણ સાથે સ્ટોકનો ટાર્ગેટ રૂ. 637 કર્યો છે.