નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી
સેલ ઇન મે એન્ડ ગો અવે અંગ્રેજી કહેવત મુજબ મે માસમાં સેન્સેક્સ 3000 પોઇન્ટ તૂટ્યો
7880 કરેક્શન 62245ની ટોચથી અત્યારસુધીમાં
2996 પોઇન્ટનું કરેક્શન મે માસમાં અત્યારસુધીમાં
1337 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું સળંગ 3 દિવસમાં
269 ના બેન્કેક્સમાં સુધારાથી ટર્નઅરાઉન્ડની આશા
180 પોઇન્ટની પોઝિટિવ રિકવરી અને ઇન્ટ્રા-ડે 234 પોઇન્ટનો સુધારો સાધારણ રોકાણકારો અને ટ્રેડર્સ માટે છેતરામણો સાબિત થવા સાથે બીએસઇ સેન્સેક્સે સતત ત્રીજા દિવસે પણ ઘટાડાનો ટ્રેન્ડ જાળવી રાખવા સાથે બુધવારે 276.47 પોઇન્ટના ઘટાડા સાથે 54088.39 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ઇન્ટ્રા-ડે 16000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી અતિ મહત્વની સપાટી નીચે 15992.60 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 72.95 પોઇન્ટના ઘટાડા સાથે 16167.10 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અગેઇન તે નેગેટિવ ઇન્ડિકેટર આપી રહ્યો છે. જોકે, સાર્વત્રિક મંદીના માહોલમાં છેલ્લા બે દિવસથી બેન્કિંગ શેર્સમાં ધીમા સુધારાની શરૂઆત થઇ છે. તે દર્શાવે છે કે, માર્કેટમાં જો કોઇ મોટા કારણો નહિં આવે તો ગમે ત્યારે ટર્નઅરાઉન્ડની સ્થિતિ જોવા મળી શકે છે. બેન્કેક્સ આજે 268.95 પોઇન્ટ સુધરવાસાથે 39995.26 પોઇન્ટ બંધ રહ્યો હતો અને ઇન્ડેક્સ બેઝ્ડ 10માંથી 8 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. સીપીઆઇ અને આઇઆઇપી ડેટાની જાહેરાત પૂર્વે માર્કેટમાં જોવા મળેલી વોલેટિલિટી તેમજ પ્રાઇમરી માર્કેટમાં એલઆઇસીના ગ્રે માર્કેટ પ્રિમિયમ તેમજ નવા ઇશ્યૂઓના ભરણાંઓને નબળો પ્રતિસાદ જોતાં માર્કેટમાં લિક્વિડિટી ખેંચ વર્તાઇ રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3514 પૈકી 801 સ્ક્રીપ્સમાં સુધારો અને 2594 એટલેકે 73.82 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે પ્રત્યેક ઉછાળે વેચવાલીનું રહ્યું છે.
918 પૈકી 755 સ્મોલકેપ્સમાં ધોવાણ
સ્મોલકેપ ઇન્ડેક્સ 582.66 પોઇન્ટ (2.23 ટકા)ના ધોવાણ સાથે 25495.92 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે ઇન્ડેક્સ બેઝ્ડ કુલ 918 પૈકી 755 સ્ક્રીપ્સમાં ધોવાણનો સિલસિલો જારી રહ્યો હતો. તે પૈકી ઇન્ડિયા બુલ્સ હા. ફાઇ. 20.47 ટકા, DACL 20 ટકા, વેલસ્પન ઇન્ડ 17.20 ટકા, શૈલી 15 ટકા અને માન ઇન્ડ. 14.15 ટકા સુધી તૂટ્યા હતા. તેજ રીતે મિડકેપ ઇન્ડેક્સ 101.79 પોઇન્ટ ઘટવા સાથે ઇન્ડેક્સ બેઝ્ડ 107માંથી 75 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.
આ સેક્ટર્સમાં ઘટાડોઃ એફએમસીજી, આઇટી, ટેકનોલોજી, ટેલિકોમ, ઓટો, કેપિટલ ગુડ્સ
આ સેક્ટર્સમાં સુધારોઃ બેન્કેક્સ, ઓઇલ એન્ડ ગેસ, રિયાલ્ટી