ઓલા ઇલેક્ટ્રિકે સર્વિસ સેન્ટર્સ સાથેના 3200થી વધુ નવા સ્ટોર ખોલ્યા
અમદાવાદ, 25 ડિસેમ્બર: પ્યોર-પ્લે ઈવીકંપની ઓલા ઈલેક્ટ્રીકે દેશભરમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર્સ સુધી કરવાની જાહેરાત કરી છે,જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો છે. સર્વિસ સુવિધાઓ સાથેના 3,200થી વધુ નવા સ્ટોર્સની શરૂઆત સાથે, કંપની સમગ્ર ભારતમાં લગભગ દરેક નગર અને તાલુકામાં ટિયર-1 અને ટિયર-2 શહેરોની બહાર ગાઢ પ્રવેશ માટે પ્રતિબદ્ધ છે. આ વિસ્તરણ સાથે, ઓલાઇલેક્ટ્રિકે તેના SavingsWalaScooter ઝુંબેશ હેઠળ તેનું વચન પૂર્ણ કર્યું છે.
ઓલા ઇલેક્ટ્રિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિશ અગ્રવાલે જણાવ્યું, અમારા નવા શરૂ કરવામાં આવેલા સ્ટોર્સ સર્વિસ સેન્ટર્સ સાથેના છે, અમે અમારી SavingsWalaScooter ઝુંબેશ સાથે નવા ધોરણો સ્થાપિત કરીને ઈવીખરીદી અને માલિકી અનુભવને સંપૂર્ણપણે નવું રૂપ આપ્યું છે. જેમ જેમ અમે આગળ વધી રહ્યાં છીએ, અમે નવીનતાની સીમાઓને આગળ વધારવા અને EndICEAge તરફ દેશની યાત્રાને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
લિમિટેડ-એડિશન ઓલા એસ1 પ્રો સોનાઃ ઓલા એસ1 પ્રો સોના, વાસ્તવિક 24-કેરેટ ગોલ્ડ પ્લેટેડ એલિમેન્ટ્સ સાથે વિશાળ નેટવર્ક વિસ્તરણને ચિહ્નિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જે પ્રીમિયમ રાઈડિંગ અનુભવ, ઓલાએપ માટે ગોલ્ડ થીમ આધારિત ઈન્ટરફેસ અને કસ્ટમાઈઝ્ડ MoveOS ડેશબોર્ડ આપે છે. ડેશબોર્ડ વપરાશકર્તાઓને રાઈડ મોડ્સ અને સેટિંગ્સને વ્યક્તિગત કરવાની સુવિધા આપે છે, જેથી તેમની મુસાફરીને આનંદિત બની જાય છે.
મૂવઓએસઃ એસ1પોર્ટફોલિયોને અત્યાર સુધીનો સૌથી સ્માર્ટ બનાવતા, કંપનીએ એકંદર સવારી અનુભવને વધારવા માટે રચાયેલ સુવિધાઓ સાથે MoveOS 5 બીટા માટે પ્રાથમિકતા રજીસ્ટ્રેશન શરૂ કરી દીધા છે. આ લૉન્ચ સાથે, ઓલા રાઇડર્સ હવે ગ્રૂપ નેવિગેશન, લાઇવ લોકેશન શેરિંગ, ઓલા મેપ્સ દ્વારા સંચાલિત રોડ ટ્રિપ મોડ, સ્માર્ટ ચાર્જિંગ, સ્માર્ટ પાર્ક, ટીપીએમએસ એલર્ટ્સ જેવી સુવિધાઓ સુધીની પહોંચ મેળવી શકે છે.
કંપનીએ તાજેતરમાં તેના ગિગઅને એસ1 ઝેડ સ્કૂટર રેન્જના લોન્ચની જાહેરાત કરી હતી, જેમાં ઓલા ગીગ, ઓલા ગીગ+, ઓલા એસ1 ઝેડ અને ઓલા એસ1 ઝેડ+નો સમાવેશ થાય છે, જે અનુક્રમે ₹39,999 (એક્સ-શોરૂમ), ₹49,999 (એક્સ-શોરૂમ) , ₹59,999 (એક્સ-શોરૂમ), અને ₹64,999 (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. ગિગઅને એસ1 ઝેડસિરીઝ માટે રિઝર્વેશન માત્ર ₹499માં ચાલી રહ્યું છે અને ડિલિવરી અનુક્રમે એપ્રિલ 2025 અને મે 2025માં શરૂ થશે.
ઓલાઇલેક્ટ્રીક ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સંતોષતા આકર્ષક પ્રાઇઝ પોઈન્ટમાં છ ઓફરો સાથે એક વિસ્તૃત એસ1 પોર્ટફોલિયો પણ રજૂ કરે છે. પ્રીમિયમ રજૂઆત એસ1 પ્રો અને એસ1 એરની કિંમત અનુક્રમે ₹1,34,999 અને ₹1,07,499 છે, જ્યારે વ્યાપક સ્તર પરની બજાર રજૂઆતમાં એસ1 એક્સ પોર્ટફોલિયો (2 kWh, 3 kWh અને 4 kWh)નો સમાવેશ થાય છે જેની કિંમત અનુક્રમે ₹74,999, ₹87,999 અને ₹101,999 છે.
તેની વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ, ‘સંકલ્પ’માં, કંપનીએ તેની રોડસ્ટર મોટરસાઈકલ શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી, જેમાં રોડસ્ટર એક્સ (2.5 kWh, 3.5 kWh, 4.5 kWh), રોડસ્ટર (3.5 kWh, 4.5 kWh, 6 kWh) અને રોડસ્ટર પ્રો (8 kWh, 16 kWh)નો સમાવેશ થાય છે. મોટરસાયકલ્સમાં અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ટેક્નોલોજી અને પ્રદર્શન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની કિંમતો અનુક્રમે રૂ.74,999, રૂ.1,04,999 અને રૂ.1,99,999થી શરૂ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)