પેટ-સેટ ગૉઃ 2025માં પેટ કેર પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ 95 ટકા વધ્યું
નવી દિલ્હી, 19 એપ્રિલ: દેશભરમાં પેટ પેરેન્ટિંગના વધતા ટ્રેન્ડના પગલે ભારતીય ગ્રાહકોમાં પેટ કેર પ્રોડક્ટ્સ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ભારતે આ વર્ષનો નેશનલ પેટ ડે મનાવ્યો છે ત્યારે યુનિકોમર્સે નાણાંકીય વર્ષ 2025 દરમિયાન પેટ કેર પ્રોડક્ટ્સ માટેનો શોપિંગ ટ્રેન્ડ્સ રજૂ કર્યો છે.
યુનિકોમર્સ પ્લેટફોર્મ પર પ્રોસેસ થયેલા વ્યવહારો મુજબ નાણાંકીય વર્ષ 2024ની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025માં પેટ કેર પ્રોડક્ટ્સનું ઓનલાઇન ઓર્ડર વોલ્યુમ 95 ટકા વધ્યુ હતું જે ઝડપથી ઊભરી રહેલા સેગમેન્ટ તરફ નિર્દેશ કરે છે.

પેટ કેર પ્રોડક્ટ્સમાં રૂટિન ફૂડ અને સ્પેશિયલાઇઝ્ડ ડાયેટરી આઈટમ્સ, પ્રિવેન્ટિવ કેર પ્રોડક્ટ્સ અને દવાઓ, પેટ ક્લોથ અને એસેસરીઝ, ટોય્ઝ અને ગ્રૂમર્સ સહિત પેટ ફૂડ્સનો સમાવેશ થાય છે.
નવા જમાનાની ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડ્સની આગેવાની હેઠળ ઓનલાઇન પેટ કેર માર્કેટ કૂતરા, બિલાડી, માછલી અને પક્ષીઓ સહિતના પેટ્સ માટેની પ્રીમિયમ તથા કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ ઓફર કરતી નવી પ્રોડક્ટ્સ આવવાના લીધે પૂરબહારમાં ખીલ્યું છે. યુનિકોમર્સનું વિશ્લેષણ એવી કેટલીક લોકપ્રિય પ્રોડક્ટ્સ પર પ્રકાશ પાડે છે જે તાજેતરમાં જ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર રજૂ થઈ છે જેમાં વિવિધ પ્રકારના નેચરલ અને ઓર્ગેનિક પેટ ફૂડ્સ, થેરાપ્યુટિક ફૂડ્સનો સમાવેશ થાય છે જે પ્રોબાયોટિક્સ, ઓમેગા ફેટી એસિડ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ જેવા સપ્લીમેન્ટ્સ ધરાવે છે. આ તથ્યો દર્શાવે છે કે પેટ ઓનર્સ તેમના પેટ્સના આરોગ્ય તથા સુખાકારીને વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે જેના લીધે ઉચ્ચ ગુણવત્તાવાળી સ્પેશિયલાઇઝ્ડ પેટ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થયો છે.
યુનિકોમર્સ Zigly, Just Dogs, Petwale, Pet Snugs, Pawpourii, Petedge, and Pawpular Pets સહિતની ભારતની અગ્રણી પેટ કેર બ્રાન્ડ્સને સશક્ત કરે છે.
અન્ય કેટલાક માહિતીપ્રદ આંકડા દર્શાવે છે કે નાણાંકીય વર્ષ 2025 દરમિયાન બ્રાન્ડ વેબસાઇટ્સને પ્રીપેઇડ ઓર્ડર વોલ્યુમ્સમાં વાર્ષિક ધોરણે 300 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ઓનલાઇન માર્કેટપ્લેસીસને આ જ સમયગાળા દરમિયાન કેશન ઓન ડિલિવરી (સીઓડી)માં 200 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી.
પેટ પેરેન્ટિંગ કલ્ચર મેટ્રોપોલિટન અને ટિયર 1 શહેરોથી પણ આગળ વધી રહ્યું છે જ્યાં નાણાંકીય વર્ષ 2025 દરમિયાન વાર્ષિક ધોરણે 120 ટકાથી વધુનો ઓર્ડર વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે. ટિયર 2 અને 3 શહેરોમાં પણ અનુક્રમે વાર્ષિક ધોરણે 75 ટકા અને 60 ટકા જેટલી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જે આ પ્રદેશોમાં પ્રીમિયમ પેટ પ્રોડક્ટ્સમાં ગ્રાહકોના વધતા રસને દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2025 દરમિયાન મેટ્રોપોલિટન અને ટિયર-1 શહેરોમાં જ્યાં વધુ માંગ જોવાઈ હતી તેમાં મુંબઈ, બેંગાલુરુ, પૂણે, દિલ્હી, હૈદરાબાદ અને ગુરગાંવનો સમાવેશ થાય છે. તેના પછી વધુ માંગ ધરાવતા ટિયર-2 શહેરોમાં ઇન્દોર, નાગપુર, સુરત, રાજકોટ, વડોદરા અને લખનૌનો સમાવેશ થાય છે. પેટ કેર પ્રોડક્ટ્સ માટે વધુ માંગ ધરાવતા ટિયર 3 શહેરોમાં થાણે, પંજિમ, અર્નાકુલમ, ગાંધીનગર, ઉડુપી અને રૂપનગર સમાવિષ્ટ હતા.
Ziglyના આઈટી હેડ અંકુર ગુપ્તાએ જણાવ્યું હતું કે આજના પેટ ફેમિલીઝ માટે સરળ તથા એન્ડ-ટુ-એન્ડ અનુભવો પૂરા પાડવામાં ટેક્નોલોજી મુખ્ય ભાગ ભજવે છે.
Just Dogs ના ફાઉન્ડર આશિષ એન્થનીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા હોવાથી અમે અમારા ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતોને સરળ રીતે સંતોષવા માટે અમારી ઓમ્નીચેનલ કામગીરીને વિસ્તારી રહ્યા છીએ.
યુનિકોમર્સના એમડી અને સીઈઓ કપિલ મખીજાએ જણાવ્યું હતું કે તમામ ઓનલાઇન પ્લેટફોર્મ્સમાં પેટ કેર પ્રોડક્ટ્સમાં ગ્રાહકોના વધતા જતા રસને જોતા અમારી ટેક્નોલોજી વિવિધ સેક્ટર્સમાં કામ કરતી બ્રાન્ડ્સ માટે સપોર્ટ સિસ્ટમ બની રહે છે અને આ બદલાતા માર્કેટ ડાયનેમિક્સમાં ગ્રાહકોનો વધુ રસ અને વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
