અમદાવાદ, 31 જાન્યુઆરી: ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે તો સાથે એક બુક શેલ્ફ પણ છે જ્યાં મેનેજમેન્ટ, પુરાણ કથાઓ, જીવનને વધુ સમૃદ્ધ અને શિસ્તબદ્વ બનાવવાં પ્રેરતાં પુસ્તકો છે.

હાલમાં જ લૉન્ચ થયેલ RENO (રેનો) 13 સિરીઝનાં અવનવાં ફીચર્સ અને સુંદર ડિઝાઇન  સાથે મઝબૂત બૉડી ગ્રાહકોને આકર્ષી રહયું છે. ઓપ્પો ગુજરાત એ શરુ કરેલી ‘ હર કોઈ જીતેગા’ સ્કીમને પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બાબતે ઓપ્પો ગુજરાતના ડિરેક્ટર ભૈરવ પાંધીએ જણાવ્યું હતું કે હાલમાં જ લોન્ચ થયેલ રેનો 13 સિરીઝ પણ આગવી ઓળખ ઉભી કરી રહયું છે અને લકી ડ્રો એ ઓપ્પોનાં ચાહકો માટે ભેટ છે. દરેક ઉંમરના ગ્રાહકને અનોખો અનુભવ મળે તથા આરામદાયક સગવડ મળે તેનું પૂરું ધ્યાન રાખીને અત્યાધુનિક ફર્નિચર તથા લાઇટિંગ રાખવામાં આવી છે. આ પ્રકારનો ઓપ્પો સ્ટોર ભારતમાં બીજો છે જે પ્રહલાદનગર, અમદાવાદના લોકેશન પર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)