અમદાવાદ, 11 નવેમ્બર, 2025 :  પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે 3૦ સપ્ટેમ્બર2025 ના રોજ પૂરા થયેલા છ મહિનામાં કુલ રૂ. 421 કરોડની આવક નોંધાવી હતીજે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 436 કરોડ નોંધાઈ હતી. એબિડ્ટા 20%એ જળવાઈ રહી હતી જે રૂ. 80 કરોડ છે, ગયા વર્ષના સમાન ગાળામાં તે રૂ. 85 કરોડ હતી. ઓછા ઉપાડ અને ચોખ્ખા વેચાણના ઓછા વળતરને કારણે વેચાણના વળતરમાં લગભગ ૨% ઘટાડો થવાને કારણે આવક ઓછી થઈ હતી.

નિયમનકારી આવશ્યકતાઓમાં ફેરફારને કારણે કંપની મહાડ ખાતે બાંધકામ માટે પર્યાવરણીય મંજૂરી માટે અરજી કરવાની પ્રક્રિયામાં છે. દરમિયાનપેપર મેકિંગ મશીનોના વિદેશી સપ્લાયર્સ સાથે ચર્ચા એડવાન્સ તબક્કામાં છે.

 મહારાષ્ટ્રમાં કંપનીનો 15.4 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત થવા માટે તૈયાર છે અને તે માટે MSETCL/MSEDCL તરફથી જરૂરી મંજૂરીઓની રાહ જોવાઈ રહી છે. નવા બોઈલર કમિશનિંગ માટે પણ કાનૂની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

કંપની અવરોધ ગુણધર્મો ધરાવતા વિવિધ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ સ્પેશિયાલિટી પેપર્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે જેનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ સપ્લાય, સ્વચ્છતા ક્ષેત્રો, કન્ફેક્શનરી વગેરે માટે ટકાઉ પેકેજિંગ સોલ્યુશન માટે ઇનપુટ તરીકે થાય છે, જેની માગ વૃદ્ધિ ઊંચી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)