રૂ. 1,802 કરોડના L1 સહિત કંપનીની કુલ ઓર્ડર બુક વધીને રૂ. 18,600 કરોડ થઈ

અમદાવાદ, 3 માર્ચ : સિડકો અને વિસ્વેસ્વરૈયા જલ નિગમ લિમિટેડ (વીજેએનએલ)એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પટેલ એન્જિનીયરિંગ લિમિટેડ)ની L1 તરીકે જાહેરાત કરી હતી. રૂ. 470.67 કરોડનો કુલ મૂલ્ય ધરાવતા સૂક્ષ્મ સિંચાઈ પ્રોજેક્ટનો અમલ સંયુક્ત સાહસના પાર્ટનર સાથે થશે, જેમાં નવા ઓર્ડર્સમાં પીઇએલનો હિસ્સો રૂ. 240.04 કરોડનો છે, તો રૂ. 555.83 કરોડના મૂલ્યના પાણીના ટનલ પ્રોજેક્ટનો અમલ કોઈ પણ સંયુક્ત સાહસ ભાગીદાર વિના થશે. કંપનીની ઓર્ડર બુકમાં મોટા ભાગના પ્રોજેક્ટ્સ કેન્દ્ર/રાજ્ય સરકારોના અથવા અન્ય સરકારી સાહસો/સરકારી ક્ષેત્રના સાહસોએ આપેલા છે. સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થાના પ્રોજેક્ટમાં 15,090.21 વિસ્તારને આવરી લેવામાં આવશે, તો પાણીનો ટનલ પ્રોજેક્ટ 6.70 કિલોમીટરના અંતરને આવરી લેશે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રુપેન પટેલે કહ્યું કે, આ ઓર્ડર્સ સાથે અમે રૂ. 1,802 કરોડના કુલ L1 પર પહોંચ્યા છીએ. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ. 5,400 કરોડથી વધારેનો ઓર્ડર મેળવ્યાં છે. રૂ. 1,802 કરોડના તમામ L1 ઓર્ડર્સ સહિત ઓર્ડરબુક રૂ. 18,600 કરોડની થશે.

કંપનીનો 2021-22માં ચોખ્ખો નફો રૂ. 68.63 કરોડ નોંધાયો

કંપનીએ નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 68.63 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, વર્ષ 2020-21માં રૂ. 272.93 કરોડની ખોટ કરી હતી. 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનાના ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 109.89 ટકા વધીને રૂ. 70.44 કરોડ થયો હતો.

કંપનીનો શેર 7 ટકા ઊછળ્યો

સમાચારના પગલે આજે કંપનીનો શેર 6.92 ટકાના ઉછાળા સાથે રૂ. 15.45ની સપાટીએ બંધ રહ્યો હતો.