સુધારાના આશાવાદમાં રોકાણકારોની મૂડીમાં 75 ટકા ધોવાણ

આઇટીસીના શેર્સમાં લાંબાગાળા માટે રાખી શકાય રણનીતિ

પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના શેરોમાં બુધવારે કામચલાઉ સુધારો જોવાયો હતો. પરંતુ આ તેજી લાંબુ ટકી નહિ શકી. સવારે 9:21 પર પેટીએમના શેર 2.09% એટલે કે રૂ. 11ના સુધારા સાથે રૂ. 555 આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. જો કે બપોરે 1 વાગ્યે શેર 1.22% ઘટીને રૂ. 537.35 થઇ ગયો હતો.

એક દિવસ પહેલા 22 માર્ચના BSEને કંપનીએ સફાઈમાં કહ્યુ હતુ કે તેની પાસે એવી કોઈ જાણકારી નથી, જેની અસર સ્ટૉક્સના પ્રાઈઝ અને વૉલ્યૂમ પર પડી શકે છે. મંગળવારના પેટીએમના સ્ટૉક્સમાં તેજ ઘટાડા પર બીએસઈ (BSE)એ વન97 કોમ્યુનિકેશન્સ પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ હતુ.
રોકાણકારોની મૂડીમાં 75 ટકાનું ધોવાણ

રૂ. 2150ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રોકાણકારો તેમની 75 ટકા રકમને ડુબાવી ચૂક્યા છે. કંપની નવેમ્બર, 2021 માં લિસ્ટ થઈ હતી.
લિસ્ટિંગ પૂર્વે રૂ. 2150ની ઈશ્યૂ પ્રાઈઝ પર કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 1,39,432.7 કરોડ હોત, જે ઘટીને રૂ. 35,273.23 કરોડ થઇ ગયું છે. આ રીતે છેલ્લા ચાર મહીનામાં તેની માર્કેટ કેપ 1.04 લાખ કરોડ રૂપિયા ઘટી ચૂકી છે.

ITC શેરમાં 80% સુધી સુધારાનો આશાવાદ છે બ્રોકર્સ હાઉસને

લાંબાગાળામાં રૂ. 450 આસપાસ જોવા મળી શકેઃ એડલવાઇઝ વેલ્થ

મોટાભાગના સામાન્ય રોકાણકારો એક તરફ આઇટીસીને સુસ્ત શેર સમજીને અવગણી રહ્યા હતા. ત્યારે શાણા રોકાણકારો, બ્રોકર્સ, ફંડ હાઉસિસ તેમના પોર્ટફોલિયોમાં આઇટીસીના શેર્સ ઠાંસી ઠાંસીને ભરી રહ્યા છે. તેના કારણે જ ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં આઈટીસીના શેરમાં 12 ટકા આસપાસનો આકર્ષક સુધારો જોવા મળ્યો છે.
એડલવાઈઝ વેલ્થ રિસર્ચના એનાલિસિસ અનુસાર આ સ્ટૉકમાં ટ્રેન્ડ રિવર્સલના મજબૂત સંકેત નજર આવી રહ્યા છે. લૉન્ગ ટર્મમાં આ સ્ટૉક રૂ. 450 સુધી સુધરી શકે છે.



જાણો શું છે આઈટીસીમાં તેજી માટેના મજબૂત સંકેતો
–     મજબૂત ફન્ડામેન્ટલ્સઃ ITC પર રજુ પોતાના નોટમાં એડલવાઈઝ વેલ્થે કહ્યુ છે કે ITC/FMCG રેશ્યો ચાર્ટ પર પ્રાઈઝના મજબૂત અપસાઈટ મૂવથી આ વાતના સંકેત મળે છે કે આ સ્ટૉક પોતાના સેક્ટરમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. અહીંથી તેમાં મજબૂત આઉટપરફૉર્મેંસ જોવા મળી શકે છે.
–     ટેક્નિકલ ઈંડિકેટર્સઃ આ સ્ટૉકના ટ્રેન્ડમાં બદલાવ જોવા મળ્યો છે અને હવે તેમાં સુપર બુલ સાઈકલની શરૂઆત જોવા મળી શકે છે. આગામી દિવસોમાં આઈટીસીમાં નવા બ્રેકઆઉટ જોવા મળી શકે છે. એક ઈન્વર્ટેટ હેડ એન્ડ સોલ્ડર પેટર્નમાંથી બ્રેકઆઉટ આપવાની તૈયારીમાં છે. જો રૂ. 253ની ઊપર ક્લોઝિંગ આપે તો તેમાં ઝડપી સુધારાના ચાન્સિસ જણાય છે.
લૉન્ગ ટર્મ ચાર્ટઃ છેલ્લા 14-16 ક્વાર્ટરનો ચાર્ટ દર્શાવે છે કે, આ સ્ટોક હવે કન્સોલિડેટ થઇ રહ્યો છે.

ક્યાં સુધી જઇ શકે શેરનો ભાવઃ એડલવાઈઝની સલાહ છે કે આઈટીસીના શેરોમાં વર્તમાન લેવલ પર રૂ. 450ના લૉન્ગ ટર્મ લક્ષ્ય માટે રૂ. 220ના સ્ટૉપલૉસ સાથે ખરીદી માટેનો વ્યૂહ અપનાવવો જોઇએ.