Paytm Share price: પેટીએમનો શેર આ મહિને 31 ટકા તૂટ્યા બાદ આજે 2 ટકા સુધર્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
અમદાવાદ, 14 ડિસેમ્બરઃ પેટીએમ દ્વારા સ્મોલ ટિકીટ સાઈઝ લોન બિઝનેસમાં ઘટાડો કરવાની જાહેરાતની શેરો પર પ્રતિકૂળ અસરો જોવા મળી હતી. ડિસેમ્બર માસમાં ગઈકાલના બંધ સુધી પેટીએમનો શેર 31.20 ટકા તૂટ્યા બાદ આજે 2.40 ટકા સુધારા સાથે 615.90ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. 12.33 વાગ્યે 1.79 ટકા સુધારા સાથે 612.20 પર કારોબાર થઈ રહ્યો હતો.
પેટીએમે 20 ઓક્ટોબરે 998.30ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ અત્યારસુધી કુલ 39.75 ટકા તૂટી ચૂક્યો છે. Motilal Oswal Financialના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ પેટીએમના ટાર્ગેટ પ્રાઈસમાં ઘટાડો કર્યો છે. કારણકે, તેના બિઝનેસનો મોટો હિસ્સો સ્મોલ સાઈઝ ટિકિટ લોનમાંથી આવે છે. જો કે, ગઈકાલે એનાલિસ્ટ્સ સાથેની મિટિંગમાં પેટીએમે જણાવ્યું હતું કે, તે મોટી સાઈઝની લોનની વધતી માગ પર ફોકસ વધારી રહી છે. જેની લોન સાઈઝ 3થી 7 લાખ રહેશે. તદુપરાંત ઓછુ જોખમ ધરાવતી પર્સનલ લોન અને મર્ચન્ટ લોનની વધતી માગ પર પણ ફોકસ વધાર્યું છે.
નિષ્ણાતોએ પેટીએમનો શેર આગામી 12 માસ સુધી ડાઉનગ્રેડ રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઈસ ઘટાડી છે. સ્ટોક 830-1120નો ટાર્ગેટ મૂક્યો છે. જેએમ ફાઈનાન્સિયલે 1120નો ટાર્ગેટ આપતાં શેર 86 ટકા વધવાની શક્યતા દર્શાવાઈ છે. જિયોજીત ફાઈનાન્સિયલે ટાર્ગેટ પ્રાઈસ સુધારી 941 કરી છે. મોર્ગન સ્ટેન્લીએ 38 ટકા ગ્રોથ સાથે 830, જેપી મોર્ગને રૂ. 900 અને ગોલ્ડમેન સાસે રૂ. 840નો ટાર્ગેટ મૂક્યો છે. જેફરીઝે રૂ. 1050નો ટાર્ગેટ આપ્યો છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)