મુંબઈ, 25 જૂન: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેનું ‘Renew Recharge But Never Retire’ ટાઇટલ ધરાવતા કમ્પેન્ડિયમની રજૂઆતની જાહેરાત કરી છે. તે 50 શોખ/ગીગનું સંકલન છે જેને મોનેટાઇઝ કરી શકાય છે, જેનાથી વ્યક્તિને પાછળના જીવનમાં નાણાંકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં લોકો 1990માં જે જીવન જીવતા હતા તેના કરતા 2021માં સરેરાશ છ વર્ષથી વધુ જીવે છે. અભ્યાસ અનુસાર, છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં લોકોના આયુષ્યમાં આઠ વર્ષનો વધારો થયો છે.

લાંબા આયુષ્ય માટે આરામદાયક અને સુરક્ષિત નોકરી પછીનો તબક્કો સુનિશ્ચિત કરવા માટે વધુ સાવચેત આયોજનની આવશ્યકતા છે. યુવા પેઢી જેઓ વહેલા નિવૃત્ત થવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ એક નિર્ણાયક પાસું બની જાય છે. અસરકારક નાણાંકીય આયોજનમાં માત્ર બચત જ નહીં પરંતુ ફુગાવાને વટાવી દેવા અને તમારા રોકાણના મૂલ્યને જાળવવા માટે સમજદારીપૂર્વક રોકાણ કરવું પણ સામેલ છે. આમ, આ ક્ષેત્રે નાણાંકીય સલાહકારની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. સલાહકાર વ્યક્તિઓને અનુરૂપ નિવૃત્તિ યોજના ઘડવામાં માર્ગદર્શન આપી શકે છે. એમ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું.

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો નિવૃત્તિ તૈયારી સર્વેક્ષણ 2023 દર્શાવે છે કે ભારતીયો તેમના જુસ્સાને મોનેટાઇઝ કરીને અને નિવૃત્તિ પછીની તેમની આકાંક્ષાઓને બળ આપવા માટે નવી કુશળતા પ્રાપ્ત કરીને તેમની આવકમાં વધારો કરવાના વિવિધ માર્ગો શોધી રહ્યા છે. લગભગ 36 ટકા લોકોએ આવકનો ગૌણ સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું અને વધુ 39 ટકાએ જણાવ્યુ હતું કે તેઓ ભવિષ્યમાં આવકનો ગૌણ સ્ત્રોત રાખવાનું વિચારી રહ્યા છે.

તેનાથી વિપરીત રોગચાળા પછી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સંબંધિત ‘આવકના વૈકલ્પિક સ્ત્રોતની અછત’ વિશેની ચિંતાએ 2020માં 8 ટકાથી 2023માં 38 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવ્યો હતો. સંશોધન આગળ દર્શાવે છે કે માનવ મૂડી નિર્માણ તરફ સભાન પ્રયાસો કરવામાં આવ્યા છે જેમાં આવકની 5 ટકા રકમ કૌશલ્ય વિકાસ અથવા શિક્ષણ લોન માટે ફાળવવામાં આવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)