પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ અજય પિરામલ
અમદાવાદ, 9 જૂનઃ પિરામલ એન્ટરપ્રાઇઝિસ (PEL) સાતત્યપૂર્ણ વૃધ્ધિ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે એમ કંપનીના ચેરમેન અજય જી પિરામલે 2022-23નાં વાર્ષિક અહેવાલ અંગે શેરધારકોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલાં પ્રયત્નોનાં સકારાત્મક પરિણામો હાંસલ થયા છે અને ગયા નાણાકીય વર્ષના અંતે કંપનીએ રૂ. 9,969 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને કુલ એસેટ રૂ. 83,386 કરોડ હતી. પિરામલે જણાવ્યું હતું કે, બિઝનેસ એકમો ફોકસ હોય તો બિઝનેસ સ્ટ્રેટેજીનાં સંદર્ભમાં ફોકસ રહે છે અને એ તે ઉપરાંત આપણી મૂડી અને માનવ સંસાધનો મજબૂત બને છે અન તેનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત થાય છે. તેમણે જણાવ્યું કે, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ફાર્માસ્યુટિકલ્સમાં બે અલગ અલગ પ્યોર-પ્લે એન્ટિટિ રચવાથી સંચાલન માળખું મજબૂત બન્યું છે, જેમાં બંને બિઝનેસ માટે અલગ અલગ બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ છે.
ડીમર્જરને કારણે અમે દરેક બિઝનેસ માટે ઓપ્ટિમલ કેપિટલ સ્ટ્રક્ચર સુનિશ્ચિત કરી શકીએ છીએ અને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ગ્રોથ પ્લાન્સમાં આગળ વધીને બિઝનેસને સ્વતંત્ર રીતે વૃધ્ધિ કરી શકીશું. FY2023માં ગ્રૂપનાં બિઝનેસે વૈશ્વિક મેક્રોઇકોનોમિક અને ભૂરાજકીય અવરોધોનો સામનો કરીને લવચીક કામગીરી પ્રદર્શિત કરી છે.
ગ્રૂપે ડીએચએફએલનાં એક્વિઝિશન અને ઇન્ટીગ્રેશનનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અને તેને પગલે બિઝનેસની વૃધ્ધિ અને વૈવિધ્યીકરણ થયું છે અને તેને વધુ રિટેલ-કેન્દ્રી બનાવવાની દિશામાં પ્રગતિ સધાઈ છે.
હોલસેલમાં ગ્રૂપે એસેટ રેકોગનિશન સાઇકલ પૂરી કરી છે, એસેટ્સની પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરી છે અને તંદુરસ્ત જોગવાઈ કવચ પૂરું પાડ્યું છે.
રિયલ એસ્ટેટમાં અમે લાર્જ અને મિડિયમ સાઇઝનાં ડિવલપર્સ પર ફોકસ કરીશું, જેમાં 49 ટકા પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂરા થઈ ગયા છે. અમારા રિટેલ સેટઅપનો લાભ લઈને અમે પસંદગીનાં ટિયર-2 અને ટિયર-3 માર્કેટમાં પ્રવેશીશું, જ્યાં પ્રમાણમાં ઓછો પ્રસાર થયો હોય. પિરામલ ગ્રૂપ ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સમાં હાજરી ધરાવે છે. કંપની 30થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને 100થી વધુ માર્કેટમાં વૈશ્વિક બ્રાન્ડ હાજરી ધરાવે છે.