IPO ખૂલશે29 સપ્ટેમ્બર
IPO બંધ થશે4 ઓક્ટોબર
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસ બેન્ડરૂ. 51-54
લોટ277 શેર્સ
IPO સાઇઝ13,200,158 શેર્સ
IPO સાઇઝરૂ. 71.28
લિસ્ટિંગBSE, NSE

25 સપ્ટેમ્બરઃ વાયર, એલ્યુમિનિયમ કેબલ અને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણના વ્યવસાયમાં રહેલી કંપની પ્લાઝા વાયર્સ લિમિટેડ તેના પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 71.28 કરોડ સુધી એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ ઇક્વિટી શેર દીઠ રૂ. 51-54ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 1.32 કરોડ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ 29 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને 4 ઓક્ટોબરે બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

ઇશ્યૂ માટેના ઓબ્જેક્ટિવ્સ

પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તારવાકાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા
સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેનવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે

કંપનીની કામગીરી અને ઇતિહાસ

કંપની બદ્દી ખાતે વાર્ષિક ધોરણે 12,00,000 કોઇલની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સાથે ઉત્પાદન એકમ ધરાવે છે. કંપનીએ દર વર્ષે 8,37,000 કોઇલ ઉમેરવા અને ફાયર-પ્રૂફ/સર્વાઇવલ વાયર, એલટી એલ્યુમિનિયમ કેબલ અને સોલર કેબલ્સ જેવી નવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે IPOમાંથી રૂ. 24.4 કરોડનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી હતી. કંપની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 22 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે. 31 માર્ચ, 2023 સુધીમાં કંપની 1,249થી વધુ અધિકૃત ડીલરો અને વિતરકો, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 3 બ્રાન્ચ ઓફિસ, મહારાષ્ટ્રમાં 1 બ્રાન્ચ ઓફિસ કમ ગોડાઉન, ઉત્તર પ્રદેશ, આસામ, કેરળ અને દિલ્હીમાં 4 વેરહાઉસ છે અને 1 રાજ્ય પંજાબમાં સીએન્ડએફ એજન્ટ ધરાવે છે.

કંપનીની નાણાંકીય કામગીરીએ વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, જે વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીએ રૂ. 182.60 કરોડની આવક અને રૂ. 7.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. માર્ચ 2023 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 53.08 કરોડ અને રિઝર્વ અને સરપ્લસ રૂ. 22.53 કરોડ છે.

લીડ મેનેજર્સઃ પબ્લિક ઇશ્યૂના લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

કંપનીની નાણાકીય કામગીરી (રૂ. કરોડ)

સમયગાળોMar21Mar22Mar23
એસેટ્સ99.28104.17112.10
આવકો145.60176.94182.60
ચોખ્ખો નફો4.245.957.51
નેટવર્થ39.4845.5253.08
રિઝર્વ્સ35.6614.9622.53
દેવાંઓ43.3040.0939.68