અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ અમદાવાદ સ્થિત  Chavda Infraએ આજે એનએસઈ ઈમર્જ ખાતે 40 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ તો કર્યા હતાં, પરંતુ ખરાબ માહોલ વચ્ચે 5 ટકાની લોઅર સર્કિટ સાથે અટવાયો હતો. ચાવડા ઈન્ફ્રાએ રૂ. 65ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 91ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 92ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. પરંતુ બાદમાં વેચવાલીનુ જોર વધતાં 5 ટકા લોઅર સર્કિટ સાથે 86.45ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો.

ગ્રે માર્કેટમાં ચાવડા ઈન્ફ્રા માટે 92 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા હતાં. અર્થાત રૂ. 65 સામે રૂ. 60 ગ્રે પ્રિમિયમ હતાં. તેના આઈપીઓને રોકાણકારોનો પણ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ક્યુઆઈબી 95.10 ગણો, એનઆઈઆઈ 241.96 ગણો અને રિટેલ 202.07 ગણો ભરાયો હતો.

ચાવડા ઇન્ફ્રા એ એક સંકલિત સિવિલ કન્સ્ટ્રક્શન કંપની છે જે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં રહેણાંક, વ્યાપારી અને સંસ્થાકીય પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને સંબંધિત સેવાઓની વિવિધ શ્રેણી ઓફર કરે છે. કંપની અમારા ગ્રાહકોને આયોજન અને ડિઝાઇનથી માંડીને બાંધકામ અને બાંધકામ પછીની પ્રવૃત્તિઓ સુધીની સમગ્ર બાંધકામ વેલ્યૂ રેન્જમાં સેવાઓ પ્રદાન કરે છે.

ચાવડા ઇન્ફ્રાએ અત્યારસુધીમાં રૂ. 670.99 કરોડના 100થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. 31 મે સુધીમાં, તેની પાસે આશરે રૂ. 601.39 કરોડની કિંમતના 26 પ્રોજેક્ટ કાર્યરત છે. તેમાંથી ચાર કોમર્શિયલ પ્રોજેક્ટ્સ, ચાર સંસ્થાકીય પ્રોજેક્ટ્સ અને 18 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે.

કંપનીએ તેના IPO પ્રોસ્પેક્ટસમાં જણાવ્યું હતું કે તે ત્રણ બિઝનેસ વર્ટિકલ્સમાંથી આવક મેળવે છે, જેમ કે કોન્ટ્રાક્ટિંગ સર્વિસિસ, ડેવલપમેન્ટ સર્વિસિસ અને કોમર્શિયલ રેન્ટિંગ સર્વિસિસ.