પોલીકેબનો Q1 નફો રૂ.4016 કરોડ, રૂ. 30 ડિવિડન્ડ
મુંબઈ, 19 જુલાઈઃ પોલીકેબ ઈન્ડિયા લિમિટેડે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા હતા. તે અનુસાર નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે આવકો વાર્ષિક ધોરણે 21 ટકા વધી રૂ. 46,980 મિલિયન થઈ છે.
EBITDA વાર્ષિક ધોરણે 6 ટકા વધી રૂ. 5,834 મિલિયન થઈ છે. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 0.4 ટકા ઘટી રૂ. 4,016
મિલિયન થયો છે. કંપનીની કામગીરી અંગે પોલીકેબ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઈન્દર ટી. જયસિંઘાનીએ જણાવ્યું હતું કે કોમોડિટીના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતાના લીધે ત્રિમાસિક ગાળાના અંતિમ ભાગમાં ચેનલ સેલ્સને અસર થઈ હતી. આમ છતાં, અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારી અત્યાર સુધીની સર્વોચ્ચ આવક હાંસલ કરીને મજબૂત રીતે નાણાંકીય વર્ષની શરૂઆત કરી છે. ચોખ્ખા નફાનું માર્જિન 8.5 ટકા રહ્યું હતું. નેટ કેશ પોઝિશન રૂ. 16.4 અબજ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 10.1 અબજ હતી. 16મી જુલાઈ, 2024ના રોજ કંપનીની 28મી એજીએમમાં શેરધારકોની મંજૂરી મળ્યા બાદ કંપનીએ એ જ દિવસે તેના શેરધારકોને શેરદીઠ રૂ. 30નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)