પૂનાવાલા ફીનકોર્પનો Q2FY24 નફો 77% વધી 230 કરોડ
પૂણે, 25 ઓક્ટોબરઃ પૂનાવાલા ફીનકોર્પે Q2FY24 માટે ચોખ્ખો નફો 77 ટકા વૃદ્ધિ સાથે રૂ. 230 કરોડ નોંધાવ્યો છે. કંપનીની એયુએમ AUM 54% વધીને ₹20,215 કરોડ અને NNPA ઘટીને 0.72%ની સપાટીએ નોંધાયા છે. કંપનીએ ₹7,807 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વિતરણ હાંસલ કર્યું છે, જે 151% YoY અને 11% QoQ વધારે છે. એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 54% YoY અને 14% QoQ વધીને ₹20,215 કરોડ હતી. 1.36% પર ગ્રોસ NPA, 41 bps YoY અને 6 bps QoQ ઘટાડો અને નેટ NPA 0.72% પર, 22 bps YoY અને 4 bps QoQ ઘટાડો નોંધાયો છે. અસ્કયામતો પર વળતર (RoA) (અપવાદરૂપ વસ્તુઓને બાદ કરતાં) 5.0% રહ્યું, 96 bps YoY અને 19 bps QoQ નોંધાવ્યા છે. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) 11.42% પર હતું, 106 bps YoY અને 2 bps QoQ નો સુધારો દર્શાવે છે. કંપનીનો ઓપરેટિંગ ખર્ચ ₹194 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 8% ઓછો છે. જ્યારે ઓપરેટિંગ પ્રોફિટ (PPOP) ₹336 કરોડ હતો, જે 167% YoY અને 14% QoQ ઉપર હતો.
પરીણામ અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અભય ભુતડાએ જણાવ્યું કે, FY24 નો પ્રથમ છ માસ બીજા ક્વાર્ટરમાં પણ અસાધારણ પરિણામો સાથે અમારા માટે અત્યંત આશાસ્પદ રહ્યો છે. અમે એયુએમમાં ₹20,000 કરોડના આંકને પાર કરીને, સર્વોચ્ચ નફાકારકતા, શ્રેષ્ઠ-વર્ગની અસ્કયામત ગુણવત્તા અને વિવિધ નાણાકીય પરિમાણોમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરીને મોમેન્ટમ બનાવવાનું ચાલુ રાખ્યું. અમે તાજેતરમાં લૉન્ચ કરેલી અમારી અદ્યતન મોબાઇલ એપ્લિકેશન દ્વારા ત્વરિત વ્યક્તિગત લોન ઑફર કરવાનું શરૂ કર્યું છે.