પોપ્યુલર વ્હીકલ્સે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઓટોમોબાઈલ ડીલર પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડએ બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 250 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ (મૂળ કિંમત રૂ. 2)ના ફ્રેશ ઇશ્યૂ અને 14,275,401 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી ઊભું કરાયેલાં ભંડોળનો ઉપયોગ કંપની દ્વારા અને તેની પેટા કંપનીઓ દ્વારા લેવાયેલા રૂ. 192 કરોડના ધિરાણના સંપૂર્ણ અથવા આંશિક રિપેમેન્ટ અને અથવા પ્રી-પેમેન્ટ માટે તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.
ઓફર ફોર સેલમાં બન્યનટ્રી ગ્રોથ કેપિટલ II એલએલસી દ્વારા 14,275,401 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણનો સમાવેશ થાય છે.
શેર્સ લિસ્ટિંગઃ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલાં ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ઉપર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.
કંપની નાણાકીય વર્ષ 2023 મૂજબ આવકની દ્રષ્ટિએ ભારતમાં અગ્રણી વૈવિધ્યસભર ઓટોમોબાઈલ ડીલરશીપ છે જે સંપૂર્ણ સંકલિત બિઝનેસ મોડલ ધરાવે છે.
લીડ મેનેજર્સઃ ICICI સિક્યુરિટીઝ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને સેન્ટ્રમ કેપિટલ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.