પોપ્યુલર વ્હીકલ્સ: 9 માસમાં આવકો 19% વધી રૂ. 4,274.7 કરોડ
મુંબઇ/કોચી, 9 એપ્રિલ: પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિસ લિમિટેડ (પીવીએસએલ)એ 21 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને નવ મહિના માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે.
31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત નવ મહિના માટે નાણાકીય હાઇલાઇટ્સઃ
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે કુલ આવકો 19.4 ટકા વધીને રૂ. 4,274.7 કરોડ થઇ છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે રૂ. 3,581.6 કરોડ હતી.
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે ઇબીઆઇટીડીએ 23 ટકા વધીને રૂ. 216.7 કરોડ થયો છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે રૂ. 176.1 કરોડ હતો.
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે પ્રોફિટ આફ્ટર ટેક્સ 12.5 ટકા વધીને રૂ. 56 કરોડ થયો છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે રૂ. 49.7 કરોડ હતો.
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે ઇપીએસ 12.5 ટકા વધીને રૂ. 8.9 થયો છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં નવ મહિના માટે રૂ. 7.9 હતો.
31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે નાણાકીય હાઇલાઇટ્સઃ
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે કુલ આવકો 16.9 ટકા વધીને રૂ. 1,426.5 કરોડ થઇ છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટરમાં રૂ. 1,220.4 કરોડ હતી.
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે ઇબીઆઇટીડીએ 35.3 ટકા વધીને રૂ. 70.8 કરોડ થયો છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે રૂ. 52.3 કરોડ હતો.
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે પ્રોફિટ આફ્ટર ટેક્સ 50.2 ટકા વધીને રૂ. 15.9 કરોડ થયો છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે રૂ. 10.6 કરોડ હતો.
- 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે ઇપીએસ 50.2 ટકા વધીને રૂ. 2.5 થયો છે, જે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે રૂ. 1.7 હતો.
નાણાકીય પરિણામોની જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિસના મેનેજિંગ ડાયરેક્ટર નવીન ફિલિપેકહ્યું હતું કે, કંપનીએ માર્જીન ટ્રેન્ડ્સમાં સતત સુધારો દર્શાવ્યો છે. (ડિસેમ્બરમાં સમાપ્ત 9 મહિના માટે ઇબીઆઇટીડીએ ટકાવારી ડિસેમ્બર 2022ના 4.9 ટકાથી વધીને ડિસેમ્બર 2023માં 5.1 ટકા થઇ છે). વર્તમાન નાણાકીય વર્ષ અમારી કંપની સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે અમે પ્રતિષ્ઠિત શેરધારકોના મજબૂત સપોર્ટ સાથે લિસ્ટ થઇ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)