પ્રિમિયર એનર્જીસે રૂ.1,500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 22 એપ્રિલઃ
ઇન્ટિગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરર (અનુક્રમે 2 ગિગાવોટ અને 3.36 ગિગાવોટની વાર્ષિક સ્થાપિક ક્ષમતાની સંદર્ભે) પ્રિમિયર એનર્જીસ લિમિટેડે IPO દ્વારા રૂ. 1,500 કરોડથી વધુ એકત્રિત કરવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ હૈદરાબાદ સ્થિત કંપનીના IPOમાં રૂ. 1,500 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા 2,82,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફર ભાગ હેઠળ સાઉથ એશિયા ગ્રોથ ફંડ 2 હોલ્ડિંગ્સ એલએલસી 2,38,46,400 શેર ડાયવેસ્ટ કરશે અને સાઉથ એશિયા ઈબીટી ટ્રસ્ટ 1,53,600 ઇક્વિટી શેર્સ ડાયવેસ્ટ કરશે અને પ્રમોટર ચિરંજીવ સિંહ સલુજા 42,00,000 ઇક્વિટી શેર્સ વેચશે. બીઆરએલએમ સાથે ચર્ચા કર્યા બાદ કંપની રૂ. 300 કરોડ સુધીની સ્પેસિફાઇડ સિક્યોરિટીઝના પ્રી-IPO પ્લેસમેન્ટ અંગે વિચારણા કરી શકે છે. જો પ્રી-IPO પ્લેસમેન્ટ થાય તો ફ્રેશ ઇશ્યૂ આવા પ્રી-IPO પ્લેસમેન્ટ જેટલો ઘટી જશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ, ઇશ્યૂના હેતુઓ
પ્રિમિયર એનર્જીસ લિમિટેડની સ્થાપના ચેરમેન અને પૂર્ણ સમયના ડિરેક્ટર સુરેન્દર પાલ સિંહ સલુજા દ્વારા 1995માં કરવામાં આવી હતી. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો તેલંગાણાના હૈદરાબાદમાં 4 ગિગાવોટ સોલર પીવી ટોપકોન સેલ અને 4 ગિગાવોટ સોલર પીવી ટોપકોન મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવા માટે આંશિક ધિરાણ માટે તેની પેટા કંપની પ્રિમિયર એનર્જીસ ગ્લોબલ એન્વાયર્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (પીઈઝઈઈપીએલ)માં રૂ. 1,168 કરોડના રોકાણ માટે તથા બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
પ્રિમિયર એનર્જીસ તેલંગાણાના હૈદરાબાદમાં પાંચ ઉત્પાદન એકમો ધરાવે છે. કંપનીની કામગીરીથી આવક નાણાંકીય વર્ષ 2021થી નાણાંકીય વર્ષ 2023 સુધી 42.71 ટકાના સીએજીઆરથી વધી છે. નાણાંકીય વર્ષ 2023 સુધી તેની કામગીરીથી આવક રૂ. 1,428 કરોડ અને 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે રૂ. 2,017 કરોડ થઈ હતી. 15 માર્ચ, 2024 સુધીમાં કંપનીની ઓર્ડર બુક રૂ. 5,362 કરોડ હતી.
લીડ મેનેજર્સઃ | લિસ્ટિંગઃ |
કોટક મહિન્દ્રા કેપિટલ, JP મોર્ગન અને ICICI સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર્સ છે. | ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની યોજના છે |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)