અમદાવાદ: પ્રિમિયમ ઓફિસ ફર્નિચર ઉત્પાદક ફેધરલાઈટએઅમદાવાદમાં તેના એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ સેન્ટર અને રિટેઈલ સ્ટોરનો પ્રારંભ કર્યો છે. આ સ્ટોરમાં આરામદાયક અને એર્ગોનોમિક ખુરશીઓ, મોડ્યુલર વર્કસ્ટેશન્સ, સોફ્ટ સિટીંગ, લૂઝ ફર્નિચર, વર્ક ફ્રોમ હોમ ફર્નિચર અને હાઈબ્રીડ વર્કીંગ ફર્નિચર તેમજ અન્ય ફર્નિચરની વિશાળ શ્રેણી જોવા મળશે. અમદાવાદ સ્ટોરના પ્રારંભ સાથે ભારતમાં ફેધરલાઈટના સ્ટોર્સની સંખ્યા 66 થઈ છે. તેનો એક સ્ટોર હાલ વડોદરામાં છે અને તે આ શહેરમાં વધુ એક સ્ટોર શરૂ કરવા માંગે છે. આ ઉપરાંત સુરત અને રાજકોટમાં સ્ટોરની સ્થાપના કરીને ગુજરાતમાં તેની રિટેઈલ હાજરી વિસ્તારવાની યોજના છે.

ફેધરલાઈટ ફર્નિચરના મેનેજીંગ ડિરેક્ટર મનોહર ગોપાલે જણાવ્યું કે અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના ગ્રાહકો ખૂબ જ ઉત્તમ વસ્તુઓની માંગણી કરતા રહે છે. ફેધરલાઈટનું  અનોખું ઓફિસ ફર્નિચર બજારને ખૂબ જ સાનુકૂળ નિવડે તે રીતે તૈયાર કરવામાં આવે છે.

ભારતના ફર્નિચર સેગ્મેન્ટમાં કંપની 20 ટકા હિસ્સો ધરાવે છે

ફેધરલાઈટ ભારતના ઓફિસ ફર્નિચર સેગમેન્ટમાં 20 ટકા હિસ્સો ધરાવે છે. ઓફિસ ફર્નિચર સેગમેન્ટમાં ઓર્ગેનાઈઝડ ફર્નિચર ઉત્પાદકોનો હિસ્સો 30 ટકા છે. ફેધરલાઈટ 7 શહેરોમાં કંપનીની માલિકીના સ્ટોર ધરાવે છે અને 40 શહેરોમાં તેના ડીલર શોરૂમ્સ આવેલા છે. તે એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ મારફતે પણ ગ્રાહકો સુધી પહોંચી રહી છે.

રિટેલ ઉપરાંત કોર્પોરેટ્સ અને કંપનીઓ પણ ફેધરલાઇટની ગ્રાહક

ફેધરલાઈટ રિટેઈલ મોડલ ઉપરાંત કોર્પોરેટસ અને ખાનગી કંપનીઓ, આર્કિટેક્ટ, બેંકો, નાણાંકીય સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ, હેલ્થકેર પ્રોવાઈડર્સને પણ તેના બીટુબી મોડલ મારફતે સર્વિસ પૂરી પાડી રહી છે. કંપની દર મહિને 50 હજારથી વધુ ખુરશીઓ અને 15 હજારથી વધુ વર્ક સ્ટેશન્સનું ઉત્પાદન કરે છે. ફેધરલાઈટ દેશમાં 10 હજારથી વધુ ગ્રાહકો ધરાવે છે, તેના કેટલાક પ્રતિષ્ઠીત ગ્રાહકોમાં કોગ્નીજન્ટ, મર્સિડીઝ, હિંદુસ્તાન યુનિલીવર, કેટરપીલર, મર્સિડીઝ બેન્ઝ, ઓલા, અમેઝોન, એચસીએલ, ઈન્ફોસીસ, કેપીએમજી, વોડાફોન, રેડ ની, હનીવેલ, હુવેઈ, ઓરેકલ, ટેલી અને ઝેરોક્ષ તથા અન્ય ગ્રાહકોને સમાવેશ થાય છે.