બજારની અસ્થિરતા વચ્ચે આર્બિટ્રેજ ફંડ્સ ફાયદાકારક બની રહ્યા છેઃ TATA AMC
અમદાવાદ,16 જુલાઇ: ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ અને ફ્યુચર્સ માર્કેટ્સ વચ્ચેની કિંમતના તફાવતનો લાભ લઈને આ ફંડ્સ અસ્થિર પરિસ્થિતિમાં વધુ સારી કામગીરી કરવા માંગે છે જેનાથી ફંડ મેનેજર્સને ઇન્ટ્રા-મંથ ટ્રેડિંગ તકો માટે વધુ સારો અવકાશ મળે છે.

ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર શૈલેષ જૈને જણાવ્યું હાલના માહોલમાં આર્બિટ્રેજ ફંડ્સ બજારની અસ્થિરતાના સંભવિત લાભો મેળવવા માટે અને સીધા ઇક્વિટી જોખમોથી રોકાણકારોને બચાવવા માટે સારી સ્થિતિમાં છે. વધેલા રોલ સ્પ્રેડ્સ અને ટકી રહેલી અસ્થિરતાએ આર્બિટ્રેજ ફંડ્સને વધુ સારા વળતર આપવા માટે સક્ષમ બનાવ્યા છે અને તેમાં પણ પરંપરાગત આવક સાધનો ઓછા આકર્ષક બની રહ્યા છે. ઇક્વિટી ટેક્સ રિટર્ન્સ મેળવવા ઇચ્છતા રોકાણકારો માટે આર્બિટ્રેજ ફંડ્સ એક યોગ્ય દરખાસ્ત ઓફર કરે છે.
ઉદ્યોગના વ્યાપક ટ્રેન્ડને રજૂ કરતા ટાટા આર્બિટ્રેજ ફંડે પણ એપ્રિલથી જૂન, 2025 દરમિયાન રૂ. 5,217 કરોડનો પ્રવાહ જોયો હતો જેમાંથી અમદાવાદમાંથી રૂ. 236.3 કરોડનું રોકાણ થયું હતું. આ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ 30 જૂન, 2025 સુધી રૂ. 14,274 કરોડ રહી હતી.
આ માહોલ ખાસ કરીને આર્બિટ્રેજ વ્યૂહરચનાઓ માટે સાનુકૂળ છે કારણ કે વધેલી અસ્થિરતા અને મજબૂત રોલ સ્પ્રેડ્સે સંભવિત વળતરની તકો ખોલી દીધી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટ્સ અને કેશ રિઝર્વ રેશિયોમાં 100 બેસિસ પોઇન્ટ્સનો કાપ મૂકવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના પગલાંએ પરંપરાગત ફિક્સ્ડ ઇન્કમ સાધનો કરતાં આર્બિટ્રેજ ફંડ્સની અપીલમાં ઘણો વધારો કર્યો છે. આગામી કોર્પોરેટ કમાણી અને હકારાત્મક ચોમાસાની સંભાવનાથી બજારનું સેન્ટિમેન્ટ સુધરે તેવી શક્યતા છે.
વૈશ્વિક અને સ્થાનિક અનિશ્ચિતતાઓ બજારના આઉટલૂક પર હાવી થઈ રહી છે ત્યારે આર્બિટ્રેજ ફંડ્સ રોકાણકારોને આ અનિશ્ચિતતાઓમાંથી આગળ વધવા માટેની પસંદગી પૂરી પાડે છે. વ્યાજ દરો ઘટાડા તરફી છે અને બચત ખાતાના વળતર ઘટી રહ્યા છે ત્યારે પરંપરાગત ફિક્સ્ડ ઇન્કમ વિકલ્પો વળતરની દ્રષ્ટિએ ખૂબ જ બિનઆકર્ષક બની રહ્યા છે. આ જ સમયે સંભવિત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, ટેરિફ અંગેની વાટાઘાટો અને વર્તમાનમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવો જેવા પરિબળો બજારની અસ્થિરતામાં વધારો કરી રહ્યા છે. અમેરિકી ડોલર ઇન્ડેક્સ હાલ તો શાંત છે પરંતુ વૈશ્વિક સ્તરે જોખમોમાં કોઈપણ પ્રકારનો વધારો થાય તો બજારમાં નવેસરથી હલચલ મચી શકે છે. આના પરિપ્રેક્ષ્યમાં આર્બિટ્રેજ ફંડ્સ રોકાણકારોને સીધું ઇક્વિટી એક્સપોઝર આપવાના બદલે અસ્થિરતાનો લાભ લેવા માટે ઓછો જોખમી માર્ગ પૂરો પાડે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
