PRIMARY MARKETમાં માતમઃ Fabindiaએ 4 હજાર કરોડનો IPO પાછો ખેંચ્યો
અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ એપેરલ રિટેલર ફેબ ઈન્ડિયાએ સેકન્ડરી માર્કેટમાં સૂપડા સાફ થઇ ગયાની સ્થિતિ વચ્ચે રોકાણકારો તરફથી નબળા રિસ્પોન્સની ભિતિના પગલે રૂ. 4000 કરોડનો આઇપીઓ પાછો ખેંચવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તે ભવિષ્યમાં સેકન્ડરી માર્કેટની સાનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને આઇપીઓ યોજવા માટે આતુર છે. Fabindiaએ IPOમાં 5 અબજ રૂપિયાના નવા શેર્સ અને 25.1 મિલિયન સુધીના શેર્સ ઓફર ફોર સેલ કરીને 40 અબજ રૂપિયા એકત્ર કરવાની અને IPO દ્વારા એકત્રિત ફંડનો ઉપયોગ દેવું ચૂકવવા અને બિન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સને રિડીમ કરવા માટેની યોજના અગાઉ જાહેર કરી હતી.
સ્નેપડીલ અને boAtએ IPO પાછા ઠેલ્યા હતા
છેલ્લા કેટલાક મહિનામાં બજારની અનિશ્ચિતતાને કારણે ઈ-કોમર્સ ફર્મ સ્નેપડીલ અને boAtએ IPO લાવવાનું ટાળ્યુ હતું. હવે ફેબ ઈન્ડિયાએ પણ IPO સ્થગિત કર્યો છે. જ્વેલરી રિટેલર જોયાલુક્કાસે પણ IPO યોજના રદ કરી હતી.
વધુ પડતું વેલ્યૂએશન IPOની વિશ્વસનિયતાને જોખમમાં મૂકે છે
PRIMARY MARKET સાથે સંકળાયેલા નિષ્ણાતો એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, મોટાભાગની કંપનીઓ અત્યારે બજારમાં શક્ય હોય તેના કરતાં વધુ વેલ્યુએશન પર નાણાં એકત્ર કરવા માંગે છે, જેના કારણે માત્ર આઇપીઓ યોજનારી કંપનીઓ જ નહિં, પરંતુ સમગ્ર PRIMARY MARKETની વિશ્વસનિયતા જોખમમાં મૂકાતી હોય છે.