મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpenClosePrice (Rs)Size (Rs Cr.)LotExch.
Vodafone IdeaApr 18Apr 2210/11180001298BSE, NSE

અમદાવાદ, 15 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ઇશ્યૂઓના ઘોડાપૂર ઓસરી રહ્યા છે. જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, ઘરઆંગણે લોકસભાની ચૂંટણીઓના પડઘમ અને સેકન્ડરી માર્કેટમાં તેજી હાંફી રહી હોવાના સંકેતો પાછળ આગામી સપ્તાહે એકમાત્ર વોડાફોન આઇડિયાનો એફપીઓ મેઇનબોર્ડ ખાતે એન્ટ્રી લેશે.

વોડાફોન આઇડિયાઃ પ્રાઇસકેપ રૂ.10-11, ખૂલશે, 18 એપ્રિલ, બંધ થશે 22 એપ્રિલ

ટેલિકોમ સેક્ટરની વોડાફોન આઇડિયા લિ. ફંડ એકત્ર કરવાના ભાગરૂપે ફોલો-ઓન પબ્લિક ઓફર સાથે રૂ. 18000 કરોડ એકત્ર કરવા માટે તા. 18 એપ્રિલના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ રૂ. 10ની બેઝ અને રૂ. 11ની કેપપ્રાઇસ સાથે શેર્સ ઓફર કર્યા છે. જેમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે 50 ટકા, રિટેલ રોકાણકારો માટે 35 ટકા અ 15 ટકા શેર્સ નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે રાખવામાં આવ્યા છે. એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શન 16 એપ્રિલે ખૂલશે. સામાન્ય રોકાણકારો માટે રૂ. 14278ના ઇન્વેસ્ટમેન્ટ સાથે 1298 શેર્સની ન્યૂનતમ એપ્લિકેશન કરવાની રહેશે. ત્યારબાદ સંખ્યાના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.

Bharti Hexacom IPOમાં 32 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ રોકાણકારો કમાયા

companyPriceCurrentProfit
Bharti Hexacom570813.7542.76%

ભારતી હેક્સાકોમના આઈપીઓએ 32.49 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 879.9ની રેકોર્ડ ટોચેથી રોકાણકારોને 54.37 ટકા રિટર્ન આપ્યું હતું. અંતે 42.76 ટકા પ્રીમિયમે 813.75ના સ્તરે બંધ રહ્યો હતો. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 570 હતી. નિષ્ણાતોએ ભારતી હેક્સાકોમના આકર્ષક લિસ્ટિંગના પગલે તેમાં તેજી રહેવાનો આશાવાદ દર્શાવ્યો છે.

એપ્રિલમાં માત્ર બે જ IPO લિસ્ટેડNYPC ગ્રીનના IPOની તૈયારી
એપ્રિલ માસમાં મેઇનબોર્ડ ખાતે માત્ર બે જ આઇપીઓ લિસ્ટેડ થયા છે. ભારતી હેક્ઝા ઉપરાંત એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ રૂ. 210ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 207.85ના છેલ્લા બંધને જોતાં 1.02 ટકા નેગેટિવ ગેઇન નોંધાવી રહ્યો છે.એનટીપીસી ગ્રીન રૂ.1000 કરોડના મેગા ઇશ્યૂ માટેની તૈયારી કરી રહી છે. કંપનીએ લીડ મેનેજર્સની નિયુક્તિ કરી લીધી છે. ઇલેક્શન રિઝલ્ટ્સ બાદ ઇશ્યૂ યોજાય તેવી શક્યતા પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)