અમદાવાદ, 30 ડિસેમ્બરઃ ઇક્વિટી માર્કેટની સ્થિતિ હાલમ ડોલમ હોવા છતાં, 30 ડિસેમ્બરથી શરૂ થતાં સપ્તાહમાં પણ પ્રાથમિક બજારની ક્રિયા જળવાઈ રહેશે. ચાર આઈપીઓ ખૂલી રહ્યા છે. સાથે સાથે છ કંપનીઓનું લિસ્ટિંગ થવા જઇ રહ્યું છે.

કેલેન્ડર વર્ષ 2024 એટ એ ગ્લાન્સ

 93આપીઓ મેઇનબોર્ડમાં આવ્યા
242એસએમઇ આઇપીઓ પ્લેટફોર્મ પર આવ્યા
1.72લાખ કરોડ કુલ કંપનીઓએ એકત્ર કર્યા

ડિસેમ્બરની સાથે સાથે કેલેન્ડર વર્ષ 2024 પણ પસાર થઇ ગયું છે.  વર્ષ દરમિયાન મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 93 કંપનીઓ અને એસએમઇ બોર્ડમાં 242 સહિત કુલ 335 કંપનીઓએ ચાલુ વર્ષમાં તેમના પબ્લિક ઇશ્યૂ લોન્ચ કર્યા હતા, જેણે લગભગ રૂ. 1.72 લાખ કરોડ એકત્ર કર્યા હતા, જે એક વર્ષમાં સૌથી વધુ છે. આગામી વર્ષ 2025માં પણ આ વલણ જળવાઈ રહેશે, કારણ કે ઘણી કંપનીઓએ તેમની IPO યોજનાઓ સાથે આગળ વધવા માટે સેબી પાસેથી પહેલેથી જ મંજૂરી મેળવી લીધી છે અને પાવર, ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને સેવાઓ જેવા ક્ષેત્રોમાંથી ભંડોળ એકત્ર કરવા માટે પ્રાથમિક બજારને ટેપ કરતી જોવા મળશે.

આ સપ્તાહે ખૂલી રહેલા મેઇનબોર્ડ આઇપીઓ એક નજરે

Com.OpenCloseIssu
Price
(Rs)
Size
(RsCr.)
LotExch
Indo
Farm
Dec 31Jan 2204\
215
260.1569BSE,
NSE

ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટઃ મેઇનબોર્ડ સેગમેન્ટનો એકમાત્ર IPO ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટનો આઇપીઓ હશે, જે 31 ડિસેમ્બરે ખુલશે. કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 260 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે જેમાં રૂ. 185 કરોડનો નવો ઇશ્યૂ અને રૂ.75 કરોડની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. 2 જાન્યુઆરીએ બંધ થનારી ઑફર માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 204-215 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ સપ્તાહના એસએમઇ આઇપીઓ એક નજરે

CompanyOpenClosePrice (Rs)Size (Rs Cr.)Lot SizeExchange
Technichem OrganicsDec 31, 2024Jan 02, 202552.00 to 55.0025.252,000BSE SME
Citichem IndiaDec 27, 2024Dec 31, 20247012.602000BSE SME

ટેકનીકેમ ઓર્ગેનિક્સઃ ટેકનીકેમ ઓર્ગેનિક્સનો રૂ. 25.25 કરોડનો આઇપીઓ હશે, જે 31 ડિસેમ્બરે રૂ. 52-55 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે ખુલશે.

લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગઃ ડ્રાયફ્રૂટ્સ અને મસાલાના ઉત્પાદક 1 જાન્યુઆરીએ રૂ. 25.1 કરોડનો પહેલો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરશે અને 3 જાન્યુઆરીએ બંધ થશે. બુક-બિલ્ટ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 51-52 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સઃ પ્રી-એન્જિનીયર્ડ અને પ્રી-ફેબ્રિકેટેડ મોડ્યુલર પેનલ્સ નિર્માતાની પ્રારંભિક જાહેર ઓફર 3 જાન્યુઆરીએ બિડિંગ માટે ખુલશે અને 7 જાન્યુઆરીએ બંધ થશે. 32.64 લાખ શેરના IPO માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત થવાની બાકી છે.

આ સપ્તાહે બંધ થઇ રહેલાં IPO એક નજરે: ANYA પોલિટેક એન્ડ ફર્ટિલાઇઝર્સ 30 ડિસેમ્બરે તેના રૂ. 45-કરોડના પ્રારંભિક શેરનું વેચાણ બંધ કરશે, જેણે અત્યાર સુધીમાં 26.22 વખત સબ્સ્ક્રાઇબ કર્યું છે, જ્યારે સિટીકેમ ઇન્ડિયાનો રૂ. 12.6 કરોડનો પબ્લિક ઇશ્યૂ 31 ડિસેમ્બરે બંધ થવાનો છે, જે અત્યાર સુધીમાં 25.89 વખત બુક થયો છે.

આ સપ્તાહે લિસ્ટેડ થઇ રહેલા આઇપીઓ એક નજરે: 30 ડિસેમ્બરે લિસ્ટેડ થઇ રહેલાં આઇપીઓ પૈકી મેઇનબોર્ડ પરથી ત્રણ વેન્ટિવ હોસ્પિટાલિટી, સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ અને કેરારો ઇન્ડિયા અને 31 ડિસેમ્બરે યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે.

ગ્રે માર્કેટ એક્ટિવિટી એક નજરે: ગ્રે માર્કેટમાં, યુનિમેક એરોસ્પેસ આઈપીઓ શેર્સ અપર પ્રાઇસ બેન્ડ કરતાં 80 ટકા કરતાં વધુ પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા, અને સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સે 60 ટકાથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ કર્યું હતું, જ્યારે વેન્ટિવ હોસ્પિટાલિટી આઈપીઓ શેર્સ 10 ટકાથી વધુ પ્રીમિયમ પર આકર્ષાયા હતા, પરંતુ કેરારો ઈન્ડિયાના શેર્સ 80 ટકાથી વધુ પ્રીમિયમ પર હતા. કોઈ પ્રીમિયમ નહિં હોવાનું બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું.

આઇપીઓ સબસ્ક્રીપ્શન એક નજરે: ગયા અઠવાડિયે, યુનિમેક એરોસ્પેસનું પ્રારંભિક શેર વેચાણ 175.31 ગણું, સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સનું 93.69 ગણું, વેન્ટિવ હોસ્પિટાલિટીનું 9.82 ગણું અને કેરારો ઈન્ડિયાનું 1.12 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું.

CompanyIssue PriceListing CloseListing Day GainCurrent PriceProfit/ Loss
Sanathan Textiles₹321₹388.3520.98%38921.18%
Transrail Lighting₹432₹553.5528.14%553.328.08%
Concord Enviro Systems₹701₹827.117.99%828.4518.18%
Mamata Machinery₹243₹630159.26%629.95159.24%
DAM Capital Advisors₹283₹415.146.68%415.0546.66%
International Gemmological₹417₹471.1512.99%58740.77%
Inventurus Knowledge₹1329₹1885.841.9%2005.1550.88%
One Mobikwik Systems₹279₹52889.25%628.55125.29%
Sai Life Sciences₹549₹764.6539.28%722.6531.63%
Vishal Mega Mart₹78₹111.9343.5%106.1636.1%
Property Share Inve Trust₹1050000₹1048945.7-0.1%1045747.5-0.4%
Suraksha Diagnostic₹441₹4410%385.1-12.68%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)