વચગાળાનું બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, PSU શેરોમાં તેજી
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે વચગાળાના બજેટનો ઉત્સાહ શેરબજારના શરૂઆતના કલાકોમાં જોવા મળ્યો હતો. પરંતુ બજેટ શરૂ થતાં તેમાં કોઈ ખાસ ફેરફારો થયા ન હોવા છતાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 576.13 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 106.81 પોઈન્ટ ઘટાડે 71645.30ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 28.25 પોઈન્ટના ઘટાડા સાથે 21650નું લેવલ જાળવતાં 21697.45 પર બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજારોમાંથી જાન્યુઆરી દરમિયાન 35977.87 કરોડની વેચવાલી દર્શાવ્યા બાદ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 1879.58 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા રૂ. 872.49 કરોડની લેવાલીનો ટેકો મળ્યો હતો. ડીઆઈઆઈએ જાન્યુઆરીમાં કુલ રૂ. 26743.63 કરોડનું રોકાણ કર્યું છે.
માર્કેટ બ્રેડ્થ સાવચેતીનીઃ સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 10 ગ્રીન ઝોનમાં અને 20 રેડ ઝોનમાં બંધ રહી હતી. આ સાથે બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3942 સ્ક્રિપ્સ પૈકી 1774માં સુધારો 2081માં ઘટાડો નોંધાયો હતો. જે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.
પીએસયુ શેરોમાં કમાણીઃ છેલ્લા એક વર્ષમાં મોટાભાગની સરકારી કંપનીઓના શેરમાં ત્રિપલ ડિજિટ રિટર્ન છૂટ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લક્ષી બજેટના કારણે આજે પીએસયુ શેરોમાં તેજી નોંધાતા પીએસયુ ઈન્ડેક્સ 17470.01ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. હુડકોમાં સૌથી વધુ 19.62 ટકા ઉછાળો નોંધાયો હતો. બીજી બાજુ પ્રોફિટ બુકિંગના કારણે 25 પીએસયુ શેરો 5 ટકા સુધી ઘટાડે બંધ રહ્યા હતા.
ધ્યાનમાં રાખવા જેવા પીએસયુ શેર્સ
HUDCO, SJVN, RVNL, Mazagaon Dock, SAIL, IOB, PowerGrid, SBI, ONGC, Cochin Shipyard…
આજે બજેટ દરમિયાન સેક્ટોરલ ઈન્ડેક્સની શું સ્થિતિ રહી જાણો…