Q2 Results: Nykaaનો ચોખ્ખો નફો 50% વધી રૂ. 7.8 કરોડ થયો, આવક 22% વધી
અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી એન્ડ પર્સનલ કેર બ્રાન્ડ નાયકાની પેરેન્ટ કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સનો ચોખ્ખો નફો Q2FY24માં 50 ટકા વધીને રૂ. 7.8 કરોડ થયો હતો, જે Q2FY23માં રૂ. 5.2 કરોડ હતો.
બ્યૂટી એન્ડ પર્સનલ કેરના મજબૂત વેચાણો ખાસ કરીને જુલાઈમાં તેની ફ્લેગશિપ સેલ ઈવેન્ટમાં મજબૂત માગના કારણે નાયકાના નફામાં વધારો થયો છે.
નાયકાની કામગીરીમાંથી આવકમાં 22 ટકાનો વધારો થયો હતો જે ગતવર્ષે બીજા ત્રિમાસિકમાં રૂ. 1230.8 કરોડ સામે વધી આ ક્વાર્ટરમાં રૂ. 1,507 કરોડ થઈ હતી. EBITDA માર્જિન પહેલાં કંપનીની કમાણી Q2FY23માં 5 ટકાથી વધીને Q2FY24માં 5.4 ટકા થઈ છે.
BPC કેટેગરીમાં કંપનીએ ડિસ્કાઉન્ટિંગમાં વધારો કર્યો છે. સંખ્યાબંધ સ્વદેશી બ્રાન્ડ્સના પ્રસારને કારણે તેમજ ભારતને અગ્રતાનું બજાર બનાવતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની સંખ્યામાં વધારો થવાને કારણે નફાકારકતા વધી હોવાનું નાયકાએ જણાવ્યું હતું.
Nykaaનો કુલ ખર્ચ Q2FY24માં રૂ. 1,502 કરોડ હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,229 કરોડથી 22 ટકા વધુ છે.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મજબૂત પ્રદર્શનથી ઉત્સાહિત નાયકાએ જણાવ્યું હતું કે, “એકંદરે, H1FY24 પર્ફોર્મન્સ વર્ષ માટે નાયકાને સારી રીતે સેટ કરે છે (બીજા અર્ધમાં) ઐતિહાસિક રીતે ગ્રાહકોની માગમાં સુધારો મહત્વનું પરિબળ બન્યો છે.”
શેર 5 ટકા ઉછળ્યો
નાયકાનો શેર આજે પ્રોત્સાહક પરિણામોના આશાવાદ વચ્ચે 5.10 ટકા ઉછાળા સાથે 147.45 પર બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રાડે 147.65ની ટોચે પહોંચ્યો હતો. જો કે, નાયકાનો શેર હજી તેની ગતવર્ષની વાર્ષિક ટોચ 224.65ના સ્તરથી ઘણો દૂર છે.