Q3 Results: વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સ લિ.નો ચોખ્ખો નફો 107 ટકા વધ્યો, આવક 52 ટકા વધી
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટોચની સ્ટેનલેસ સ્ટીલ પાઈપ્સ અને ટ્યૂબ મેન્યુફેક્ચરર અને નિકાસકાર વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સ લિ.નો (Venus Pipes & Tubes Limited) ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 106.6 ટકા વધી રૂ. 23.3 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે 11.3 કરોડ હતો. આવક ગતવર્ષે રૂ. 136.1 કરોડ સામે 52.2 ટકા વધી રૂ. 207.1 કરોડ થઈ છે.
EBITDA 123.1 ટકા વધી રૂ. 39.1 કરોડ (17.5 કરોડ) રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં વિનસ પાઈપ્સની આવક 53.7 ટકા વધી રૂ. 578.1 કરોડ નોંધાઈ છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 376.1 કરોડ હતી. ચોખ્ખો નફો પણ 97.9 ટકા વધી રૂ. 60.9 કરોડ થયો છે. જે ગતવર્ષે 30.8 કરોડ હતો.
સીમલેસ પાઈપ્સના વોલ્યૂમમાં 100 ટકાથી વધુ અને વેલ્ડેડ પાઈપ્સમાં 50 ટકાથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીની નિકાસો ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 35.2 કરોડ સાથે કુલ આવકના 17 ટકા રહી છે. જે Q3FY23માં રૂ. 1.4 કરોડ હતી.
વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સના એમડી અરૂણ કોઠારીએ જણાવ્યું હતું કે, “અમે રૂ. 207.1 કરોડની અમારી અત્યાર સુધીની સર્વોચ્ચ આવક હાંસિલ કરી છે. જે વાર્ષિક ધોરણે નોંધપાત્ર 52.2% વૃદ્ધિ દર્શાવે છે. અમારું EBITDA પણ વર્ષ-દર-વર્ષે પ્રભાવશાળી 123.1% વધ્યું છે, જેમાં EBITDA માર્જિન Q3FY24 માટે 18.9% સુધી પહોંચ્યું છે. FY24ના 9M માટે આવક રૂ. 578.1 કરોડ હતી જે 53.7% Y-o-Y વૃદ્ધિ સાથે EBITDA માર્જિન 17.5% પર રહી હતી. ક્વાર્ટર દરમિયાન, અમે સીમલેસ પાઈપ્સની વધારાની ક્ષમતાના વિસ્તરણના 400 MTPMમાંથી 200 MTPM કાર્યરત કર્યા છે અને બાકીની ક્ષમતા વિસ્તરણ Q4FY24માં પૂર્ણ કરવામાં આવશે. વધુમાં, અમે ભારત અને મધ્ય પૂર્વની અગ્રણી તેલ અને ગેસ કંપનીઓ પાસેથી મંજૂરી મેળવનારી દેશની મુઠ્ઠીભર કંપનીઓમાંના એક છીએ. આ મંજૂરીઓ અમારી ઓફરિંગની ગુણવત્તાનું પ્રમાણપત્ર છે અને સ્ટેનલેસ-સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉદ્યોગને આગળ વધારવાના અમારા ધ્યેયને મજબૂત બનાવે છે.