મુંબઇ, 8 મેઃ કેનેરા બેંકે વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 18.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,757.23 કરોડ નોંધાવ્યો છે. આગલાં ત્રિમાસિકની સરખામણીમાં ચોખ્ખો નફો 2.8 ટકા વધ્યો છે. બેંકનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રેશિયો સુધરીને 4.23 ટકા થયો છે. ક્વાર્ટર અગાઉના ગાળામાં 4.39 ટકા અને એક વર્ષ અગાઉના સમયગાળામાં 5.35 ટકા હતો. નેટ એનપીએ રેશિયો 31 માર્ચના રોજ 1.27 ટકા હતો, જે અગાઉના એક ક્વાર્ટરમાં 1.32 ટકા અને એક વર્ષ અગાઉના સમયગાળામાં 1.73 ટકા હતો.

જોકે, રિપોર્ટિંગ ક્વાર્ટરમાં બેન્કની તાજી સ્લિપેજ વધીને રૂ. 3,082 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 2,857 કરોડ હતી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેન્કની ચોખ્ખી વ્યાજ આવક રૂ. 9,580 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 8,617 કરોડ હતી. વાર્ષિક ધોરણે તેમાં 11.18 ટકાનો વધારો થયો છે. ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 31 માર્ચ, 2024ના રોજ 3.07 ટકા હતું, જે એક ક્વાર્ટર અગાઉના સમયગાળામાં 3.03 ટકા હતું અને એક વર્ષ અગાઉના સમયગાળામાં 3.07 ટકા હતું. NIM જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 3.05 ટકા હતો, જે અગાઉના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 3.02 ટકા અને FY23 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 2.95 ટકા હતો. બેંકની ડોમેસ્ટિક ડિપોઝિટ 1.22 લાખ કરોડ રૂપિયા હતી અને તે વાર્ષિક ધોરણે 10.98 ટકાની વૃદ્ધિ સાથે હતી. બેંકની ડોમેસ્ટિક એડવાન્સિસ (ગ્રોસ) રૂ. 9.08 લાખ કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 11.06 ટકા વધી હતી. રિટેલ લેન્ડિંગ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 11.68 ટકા વધીને રૂ. 1.56 લાખ કરોડ થયો હતો અને હાઉસિંગ લોન પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 10.81 ટકા વધીને રૂ. 93,482 કરોડ થયો હતો. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની પ્રગતિ વાર્ષિક ધોરણે 18.69 ટકા વધીને રૂ. 2.53 લાખ કરોડ થઈ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)