રાજકુમાર દુબેએ BPCLના ડાયરેક્ટર (HR)નો કાર્યભાર સંભાળ્યો

Mumbai, May 2, 2023: રાજકુમાર દુબેએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ડિરેક્ટર (માનવ સંસાધન) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દુબે તેમની વ્યાપાર અને માનવ મૂડી વિકાસમાં ૩૪ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવે છે.તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે NIT અલ્હાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એન્ટરપ્રાઇઝિસ, લ્યુબ્લજાના, સ્લોવેનિયામાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પણ મેળવ્યું છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેમણે ૪૦૦ થી વધુ સ્થાનો અને ૭,૫૦૦ લોકોને પ્રભાવિત કરતી અનેક વ્યૂહાત્મક સંસ્થાકીય વિકાસ પહેલો અને પરિવર્તન વ્યવસ્થાપન પ્રક્રિયાઓ અમલમાં મૂકી છે. દુબેએ લીડરશીપ પોઝિશન જાળવી રાખીને અલગ-અલગ પ્રોડક્ટ્સ અને પ્રીમિયમ ઈંધણના માર્કેટિંગની પહેલ કરીને ફ્યુઅલ રિટેલિંગ ચેનલમાં ગ્રાહક કેન્દ્રિતતા લાવી છે.