રતન ટાટા બ્રીચકેન્ડી હોસ્પીટલમાં દાખલ
મુંબઇ, 7 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરપર્સન રતન ટાટાને તાજેતરમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેને જણાવ્યું હતું કે તેઓ હાલમાં તેમની ઉંમર અને સંબંધિત તબીબી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને તબીબી તપાસ કરાવી રહ્યા છે. સોમવારે વહેલી સવારે, તેમને હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને જાહેર જનતા અને મીડિયાને ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહેવા વિનંતી કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું, “હું મારા સ્વાસ્થ્યને લગતી તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)